IndiaNews

કાર ના સનરૂફમાંથી દુલ્હન ડાંસ કરી હતી અને અચાનક સ્પીડમાં આવેલી એક કારે જાનૈયા ને જોરદાર ટક્કર મારતા એકનું મોત, જુઓ વાયરલ વિડીયો

યુપીના મુઝફ્ફરનગરમાં મંગળવારે રાત્રે એક ગંભીર અકસ્માત થયો હતો. હાઈવે પર એક એક અનિયંત્રિત કારે અનેક જાનૈયા ઓ ને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 12 થી વધુ લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે.

આ મામલો ન્યૂ મંડી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યારે દુલ્હન કારના સનરૂફમાંથી બહાર નીકળીને નાચતી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ લગ્ન પ્રસંગમાં શોક નો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ આરોપી ડ્રાઈવર સ્થળ પરથી કાર છોડીને ભાગી ગયો હતો. ઘટના ની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને નવી મંડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઘટના એવી હતી કે લગ્ન ની જાન હાઇવેની બાજુમાંથી જઈ રહી હતી જેમાં દુલ્હન પોતાની કાર પર જ ના ચી રહી હતી. જુઓ વિડીયો,

દુલ્હન ની કારની એકદમ બાજુમાં જ હાઇવે હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બાજુમાંથી મોટા વાહનો પણ પસાર થઇ રહ્યા છે. ત્યારે અચાનક દુલ્હન ની કારની બાજુમાંથી એક કાર ખુબ જ સ્પીડમાં પસાર થયા છે અને જાનૈયાઓ ને અડફેટે લઇ લે છે. જાનૈયાઓ ને હવામાં ઉડાડી ને કાર આગળ સુધી જતી રહે છે જેમાં એક વ્યક્તિનું દુખદ મોત થયું છે.

Tags
Back to top button