InternationalStoryTechUSA

આ છે દુનિયાની પહેલી ઉડવાવાળી કાર, અહી ની સરકારે આપી મંજુરી

યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) એ એવી કારને મંજૂરી આપી છે જે આકાશમાં 10,000 ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે. આ કાર બનાવનારી કંપનીનું નામ Terrafugia Transition છે. કંપનીનો દાવો છે કે આ કાર જમીન પર પણ દોડી શકે છે અને હવામાં પણ ઉડી શકે છે.

યુ.એસ. સ્થિત Terrafugia Transition કંપની ચીની કંપની ગિલીની માલિકીની છે. કંપની અનેક પ્રકારની ઉડતી કાર્સ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. Terrafugia Transition મુજબ, કાર મહત્તમ 160 કિમી પ્રતિ કલાક ની ઝડપે દોડી શકે છે. એફએએએ કારને વિશેષ લાઇટ-સ્પોર્ટ વિમાન તરીકે મંજૂરી આપી છે.

હાલમાં, કારનું ફ્લાઇટ વર્ઝન કેટલાક પાઇલટ્સ અને ફ્લાઇટ સ્કૂલ પાસે છે. કારનું સ્ટ્રીટ વર્ઝન આશરે એકાદ-બે વર્ષમાં તૈયાર થઈ જશે. રિપોર્ટ અનુસાર ડ્રાઇવરો કારની ફ્લાઇટ વર્ઝનને એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં સ્ટ્રીટ વર્ઝનમાં રૂપાંતરિત કરી શકે છે.

આ ઉડતી કાર નાના એરપોર્ટ અથવા હાઇવે પર પણ ઉતરી શકે છે. કારમાં એક પાંખ છે જે રસ્તા પર ચાલતી વખતે સંકોચાઈ જશે. કારમાં 100hp રોટેક્સ 912iS સ્પોર્ટ્સ ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે. આ કાર એક વખતમાં 643 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. આ કારમાં પ્રીમિયમ પેટ્રોલ અને 100LL વિમાન ઇંધણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક મોટરથી ચાલે છે.

Back to top button