Corona VirushealthIndiaNews

મહારાષ્ટ્રમાં કોરોના ફરી વકર્યો, 3 જીલ્લમાં લોકડાઉન અને મુંબઈમાં પણ નવા નિયમો લાગુ

મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વધતા મામલે ઉદ્ધવ સરકારની ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં, બીએમસીએ કબૂલ્યું હતું કે મુંબઇમાં ફરીથી કોરોના કેસ વધવા માંડ્યા છે. બીએમસીએ ચેતવણી પણ આપી હતી કે જો કોરોના કેસોમાં વધારો અટકશે નહીં તો મુંબઈને કડક પ્રતિબંધ લાદવાની ફરજ પાડવામાં આવશે. BMC એ કોરોના સામે લડવા માટે કેટલીક નવી કોરોના માર્ગદર્શિકા બહાર પાડી છે.

નવી માર્ગદર્શિકા મુજબ, મુંબઈમાં માસ્ક ફેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને આમ નહીં કરનારા પાસેથી 200 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. નવી માર્ગદર્શિકા અંતર્ગત જે લોકો Home Quarantine નિયમનું પાલન નહીં કરે તેમની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત લગ્ન જેવા જાહેર સમારંભો વગેરે ઉપર વધુ કડક નિયમો લાગુ કર્યા છે.

નવી માર્ગદર્શિકા મુજબ જો કોઈ બિલ્ડિંગમાં પાંચથી વધુ કોરોના કેસ મળી આવે છે, તો તે બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવશે. જેમને Home Quarantine કરવામાં આવશે તેમના હાથ પર સિક્કો લગાવવામાં આવશે. નવી માર્ગદર્શિકામાં મુંબઇ લોકલ ટ્રેનો જોઈને સુચના પણ આપવામાં આવી છે. હવે જેઓ લોકલ ટ્રેનમાં માસ્ક નહીં ફેરે તેમને પકડવા 300 માર્શલ્સ લગાવાશે.

માત્ર મુંબઈ જ નહીં સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં વધારો જોવા મળી શકે છે. એવા આઠ જિલ્લાઓ છે જેમાં છેલ્લા અઠવાડિયામાં જ સરેરાશ 8 ટકાથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ 8 જિલ્લાઓ પુના, નાસિક, નાગપુર, વર્ધા, યવતમાલ, અમરાવતી, અકોલા અને બુલઢાના છે. આ આઠ જિલ્લામાંથી ત્રણ જિલ્લાઓએ રવિવારે લોકડાઉન જાહેર કર્યું છે અને આગામી સમયમાં નાઇટ કર્ફ્યુ પાલન કરવાનો આદેશ આપ્યો છે. આ ત્રણ જિલ્લાઓ અમરાવતી, અકોલા અને યવતમલ છે.

Back to top button