BusinessIndia

SBI એક મિસ્ડકોલ અને SMS પર આપી રહી છે 20 લાખ રૂપિયાની લોન, વ્યાજ પણ આટલું જ

દેશની સૌથી મોટી સરકારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ હવે મિસ્ડ કોલ અથવા મેસેજ પર 20 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત લોન આપવાનું જાહેર કર્યું છે. એસબીઆઈએ એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન નામની નવી સુવિધા શરૂ કરી છે. બેંકનું કહેવું છે કે એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન હેઠળ ગ્રાહકોની લોન તાત્કાલિક મંજૂર કરવામાં આવશે.

કારણ કે આમાં બહુ ઓછા દસ્તાવેજોની જરૂર પડશે. સૌથી મહત્વની બાબત એ છે કે બેંક આ પર્સનલ લોન વાર્ષિક 9.60 ના વ્યાજ દરે આપી રહી છે. જો તમે આ વ્યક્તિગત લોન એસબીઆઈ પાસેથી લેવા માંગતા હો, તો તેના માટે કેટલીક શરતો છે. એસબીઆઈની આ લોન આવા ખાતાધારકો માટે છે, જેમના પગારનું ખાતું એસબીઆઈ બેંકમાં છે. એટલે કે જેનો પગાર દર મહિને એસબીઆઈના ખાતામાં આવે છે.

મોટા પાયે ગ્રાહકોએ આ લોનનો લાભ લે આ માટે ગ્રાહકની માસિક આવક 15 હજાર રૂપિયા હોવી જોઈએ. એટલે કે પગાર ઓછામાં ઓછો 15 હજાર રૂપિયા હોવો જોઈએ. જો તમારો પગાર ઓછામાં ઓછો 15 હજાર રૂપિયા છે, તો પછી તમે એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

જો તમે મિસ્ડકોલ દ્વારા આ પર્સનલ લોનનો લાભ લેવા માંગતા હો તો તમારા મોબાઈલ પરથી માત્ર 7208933142 પર મિસ્ડ કોલ કરો. તે પછી બેંક પ્રતિનિધિ ફોન પર તમારો સંપર્ક કરશે. આ માટે SMS સેવા પણ શરુ કરાઈ છે જે SBI ની વેબસાઈટ પરથી વિગતે જાણકારી મેળવી શકાય છે.

બેંકના જણાવ્યા અનુસાર ગ્રાહકો ઓછામાં ઓછા 25 હજાર રૂપિયા અને વધુમાં વધુ 20 લાખ રૂપિયા માટે અરજી કરી શકે છે. બેંકના જણાવ્યા મુજબ દૈનિક બેલેન્સ પર વ્યાજ લેવામાં આવશે. ગ્રાહકને આ વ્યક્તિગત લોન માટે કોઈ સુરક્ષા અથવા બાંયધરી આપનારની જરૂર રહેશે નહીં.

Tags
Back to top button