India

શ્વેતા નામની છોકરી ગ્રુપ મીટીંગમાં માઈક બંધ કરવાનું ભૂલી ગઈ અને પોતાના અંગત જીવનની વાતોનો વિડીયો વાયરલ થઇ ગયો

Shweta નામની એક છોકરી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. તે છોકરીએ ભૂલથી તેના મિત્ર પંડિતના અંગત જીવનને સમગ્ર વિશ્વમાં ખુલ્લું પાડ્યું છે, ત્યારથી લોકો દ્વારા વિવિધ પ્રકારનાં મીમ્સની મજા માણવામાં આવી રહી છે.એક ભૂલથી શ્વેતા અને પંડિત બંને સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડ કરી ચુક્યા છે. શ્વેતા નામના સેલીબ્રીટીઓ પણ આની ઝપેટમાં આવી ગયા છે.

વાત એવી બની કે,ગ્રુપ કોલ ચાલી રહ્યો હતો જેમાં શ્વેતા તેના એક ‘પંડિત’ મિત્રની જાતીય જીવનની ચર્ચા રાધિકા નામ ની મિત્ર સાથે કરી રહી હતી. તે કહેતી હતી કે છોકરાએ તેના સંબંધ વિશે મને શું શું કહ્યું હતું.શ્વેતા કહેતી હતી કે આ વ્યક્તિએ આટલી બધી વાતો તેના બેસ્ટ ફ્રેન્ડને પણ કહી નહોતી પણ મને કહી હતી.

વર્ગમાં હાજર લોકો શ્વેતાને ફોન કરી રહ્યા હતા કે તેઓએ માઇક બંધ કરી દેવું જોઈએ. કોઈ કહેતું હતું કે તેને બોલાવો અને કહો, કેટલાક લોકો શ્વેતા શ્વેતા કરીને તેને માઈક બંધ કરવાનું કહેતા હતા. પરંતુ કદાચ શ્વેતાએ કાનમાંથી પોતાનો ઇયરફોન કાઢી નાખ્યો હતો, જેના કારણે વર્ગના લોકોનો અવાજ તેમના સુધી પહોંચતો ન હતો. શ્વેતા તો બસ કોઈ પંડિત નામના મિત્ર ની અંગત વાતો કરી રહી હતી અને આ સમગ્ર વાતો અજાણતામાં ગ્રુપમાં હાજર 100 થી વધુ લોકો સાંભળી રહ્યા હતા.

આ ગ્રુપ કોલનો વિડીયો વાયરલ થઇ જતા સોશિયલ મીડિયામાં શ્વેતા નામ ટ્રેન્ડ કરી રહ્યું છે. લાખો લોકો આ અંગે મિમ બનાવી ચુક્યા છે. શ્વેતા નામના ઘણા કલાકારો પણ આની ઝપેટમાં આવી ગયા છે.આની સૌથી વધુ અસર ગાયિકા શ્વેતા પંડિત પર પડી છે, જેના નામ માં ‘શ્વેતા’ અને ‘પંડિત’ પણ આવે છે.

શ્વેતા પંડિત આ સમયે વિચારીને નારાજ છે કે તે કેમ ટ્રેન્ડ કરી રહી છે. આ સવાલ તેણે સોશિયલ મીડિયા પર પૂછ્યો અને દરેક જણ તેને રમૂજી જવાબો આપી રહ્યા છે. શ્વેતાએ ટવીટ કરીને લખ્યું છે- મને ખબર નથી કે હું આખી દુનિયામાં ટોચ પર કેમ ટ્રેન્ડ કરું છું?

Tags
Back to top button