CrimeIndiaNewsUP

પ્રેમ સબંધ નો ઇનકાર કરતા યુવકે યુવતીને પાણીમાં કીટનાશક ભેળવીને પીવડાવ્યું, યુવતી તો બચી ગઈ પણ યુવતીએ અન્ય 2 યુવતીને એ પાણી આપ્યું તેમનું મોત

ઉન્નાવમાં યુપી પોલીસે દલિત પરિવારની બે યુવતીઓના શંકાસ્પદ મોત અંગે મોટો ખુલાસો કર્યો છે.પોલીસે કહ્યું કે શુક્રવારે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીનું નામ વિનય ઉર્ફે લમ્બુ છે. અન્ય આરોપી વિનયનો મિત્ર છે જે સગીર છે. પોલીસે જણાવ્યું કે વિનયને એક યુવતી સાથે પ્રેમ હતો. તેણે તેની સમક્ષ પ્રપોઝ પણ કર્યું હતું. પણ તેણે તેને ઇનકાર કરી દીધું હતું.

લખનૌ રેન્જના આઈજી લક્ષ્મીસિંહે કહ્યું કે વિનયે યુવતીને મોબાઈલ નંબર પણ માંગ્યો હતો, પરંતુ યુવતીએ તે પણ આપવાનો ઇનકાર કરી દીધો હતો. વિનય આ વાતને લઈને ઘણો ગુસ્સે હતો તેથી તેણે પાણીમાં કીટનાશક ભેળવીને યુવતીને આપ્યું હતું. તે માત્ર એક જ યુવતીને મારવા માંગતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિનયે કહ્યું હતું કે તે જેને પ્રેમ કરે છે તે છોકરી હોસ્પિટલમાં દાખલ છે. ઘટનાના દિવસે તેણે અન્ય બંને છોકરીઓ ને નાસ્તો લઇ આવવા મોકલી હતી. આરોપીએ એક જ યુવતીને જંતુનાશક ભળેલું પાણી પીવા આપ્યું હતું. પરંતુ અન્ય બે યુવતીઓ એ પણ એ જ બોટલમાંથી પાણી પીધું હતું. થોડા સમય પછી 3 એય યુવતીઓ ની હાલત બગડવા લાગતા બંને આરોપી ફરાર થઇ ગયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે ફોરેન્સિક ટીમને ઘટના સ્થળેથી જંતુનાશક બોટલો, ખાલી પાણીની બોટલો, નાસ્તાના ખાલી પેકેટ અને સિગારેટ મળી આવ્યા હતા. આ આખી ઘટના એવી હતી કે કાકી અને તેની ભત્રીજી બુધવારે બપોરના 3 વાગ્યાની આસપાસ ઉન્નાવના અસોહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાઠકપુરના મજરે બાબુરહા ખાતેના ખેતરમાં ઘાસચારો લેવા ખેતરમાં ગયા હતા, પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ફર્યા નહોતા.

સાંજે પરિવારજનો યુવતીઓને શોધવા નીકળ્યા હતા. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર ત્રણેય યુવતીઓ કપડાથી બાંધેલી હાલતમાં મળી આવી હતી. ત્રણેયના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે 2 ના મોત થઈ ગયા હતા જયારે એકની હાલત ગંભીર છે.

Back to top button