Ajab GajabInternational

આ પુત્રએ 135 ઓરડાઓનો મહેલ ફક્ત 87 રૂપિયામાં વેચ્યો,રાજકુમાર પિતાએ પુત્ર પર કર્યો આવો દાવો,

બર્લિનમાં,એક રાજકુમારના પુત્રએ 135 રૂમનો પૂર્વજોનો મહેલ ફક્ત 87 રૂપિયામાં વેચ્યો.તમે આ સાંભળીને આશ્ચર્ય પામશો,પરંતુ તે સંપૂર્ણપણે સાચું છે.હવે આ મહેલને બચાવવા માટે,66 વર્ષિય રાજકુમાર તેમના 37 વર્ષીય પુત્ર સામે કોર્ટમાં પહોચ્યા છે.હકીકતમાં,જર્મન શહેર હેનોવરના પ્રિન્સ અર્નસ્ટ ઑગસ્ટે 135 રૂમનો મેરીનબર્ગ મહેલ 2000 માં તેમના પુત્ર અર્નસ્ટ ઓગસ્ટ જુનિયરને આપ્યો.

તેમના પુત્ર ઓગસ્ટ જુનિયરએ વર્ષ 2018 માં સરકારને મેરીનબર્ગ મહેલને સરકારને વેચવાની જાહેરાત કરી હતી.આ પછી,અર્નસ્ટ ઑગસ્ટ જુનિયર એ આ મહેલને ફક્ત એક યુરોમાં વેચ્યો. તેણે તેની પાછળ દલીલ કરી હતી કે જે મહેલ તેની પાસે નથી તેને સુધારવા માટે 23 મિલિયન પાઉંડની જરૂર છે,જે તેમના પુત્ર જોડે નથી.

પુત્રના આ નિર્ણય પછી હવે અર્નસ્ટ ઑગસ્ટ રાજમહેલને બચાવવા કાયદાનો આશરો લઇ રહ્યો છે અને તેમણે તેમના પુત્ર સામે કેસ દાખલ કર્યો છે.તેમણે તેમના પુત્ર ઉપર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે અને મહેલ પરત કરવાની માંગ પણ કરી છે.તમને જણાવી દઈએ કે મરીનબર્ગ મહેલ 1867 માં બનાવવામાં આવ્યો હતો અને પ્રિન્સ અર્નસ્ટ ઑગસ્ટે વર્ષ 2000 માં તેમને તેમના પુત્રને આપ્યો.

રાજકુમારે ઑગસ્ટને કહ્યું હતું કે તેમના પુત્રએ તેમની સાથે છેતરપિંડી કરી હતી અને તેની પીઠ પાછળ આ સોદો કર્યો હતો,જેની તેમને ખબર પણ નહોતી.તેમણે પુત્ર પર અધિકાર અને હિતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.તેમણે કહ્યું કે,પુત્રની આ કૃત્યને કારણે,તેમણે ઑસ્ટ્રિયામાં એક લોજમાં રહેવાની ફરજ પડી છે અને બીમાર હોવા છતાં,નાણાકીય સહાય આપવામાં આવી નથી.મળતી માહિતી મુજબ પ્રિન્સ અર્નસ્ટ ઑગસ્ટ નોવર રાજવંશનો છે અને તે બ્રિટનની રાણી એલિઝાબેથનો દૂરનો ભાઈ છે.

Back to top button