IndiaNews

એર હોસ્ટેસ-મોડેલિંગ પછી એક્ટ્રેસ…કોણ છે આ BJP નેતા જેમણે આ મોટા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી,જાણો

કોલકાતા શહેરના ભાજપ યુવા મોરચાના નેતા પામેલા ગોસ્વામીની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે.પોલીસે તેમની પાસેથી લગભગ 100 ગ્રામ કોકીન મેળવ્યો હોવાનો દાવો કર્યો હતો.બજારમાં તેની કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે.તેના મિત્રની પણ અટકાયત કરવામાં આવી છે.પામેલાને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

જ્યાં ગોસ્વામીએ ન્યાયાધીશ સમક્ષ પોતાનો ખુલાસો આપતાં કહ્યું કે તેમને એક ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે.મારી જગ્યાએ,કૈલાસ વિજયવર્ગીયાનો નજીકના રાકેશસિંહની ધરપકડ થવી જોઈએ.આ મામલે સીઆઈડી તપાસ થવી જોઈએ,જેથી તમામ હકીકત બહાર આવે.જણાવી દઈએ કે પામેલા એક એર હોસ્ટેસની સાથે સાથે એક મોડેલ-અભિનેત્રી રહી ચૂકી છે.

ખરેખર,પામેલા ગોસ્વામી 2019 માં ભાજપમાં જોડાઇ હતી.તે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાની રાજ્ય સચિવ છે.તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.ઘણીવાર તે પાર્ટીને લગતા મુદ્દાઓ પોસ્ટ કરતી રહે છે.તે રાજ્યમાં થતી દરેક મોટી-મોટી ઘટનાઓ પર નજર રાખે છે.જણાવી દઈએ કે પામેલા ગોસ્વામીએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી.

જ્યારે તેણીએ મોડેલિંગમાં કોઈ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી ન હતી,ત્યારે તેણે એર હોસ્ટેસ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.આ પછી,પામેલાએ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો અને બંગાળી ટેલિવિઝનમાં કામ કરવાનું શરૂ કર્યું.પામેલા ગોસ્વામીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓની તસવીર તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મૂકી છે.

તે ભાજપ યુથ વિંગના સેક્રેટરી તેમજ હુગલી જિલ્લા ભાજપના સચિવ છે.ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને લોકસભાના સાંસદ તેજસ્વી સૂર્યાએ પામેલા કેસ પર કહ્યું કે કાયદો બધા માટે એક છે.સમય જતાં આપણે શોધીશું કે ખોટું શું છે અને સાચું શું છે.જ્યારે સમય આવશે ત્યારે રાજ્યના ભાજપા લોકો નિર્ણય કરશે.

આ સમગ્ર મામલે પામેલાની માતા મધુચંદ ગોસ્વામીએ કહ્યું હતું કે મારી પુત્રીને ડ્રગ્સના કેસમાં બળજબરીથી ફસાવી દેવામાં આવી છે.તે ખોટું નથી, તેની સામે કાવતરું રચવામાં આવી રહ્યું છે.અમને ખબર પણ નથી હોતી કે કોકિન શું છે.મારા પરિવારના કોઈ સભ્યએ તે ક્યારેય જોયું નથી.

તમને જણાવી દઈએ કે પામેલાને શુક્રવારે કોલકાતાના ન્યુ અલીપુર વિસ્તારના એનઆર એવન્યુમાંથી કોકીન સાથે ધરપકડ કરવામાં આવીએ છે.બંગાળ ભાજપા પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સાથે બીજેપી યુવા મોરચાના નેતા પામેલા ગોસ્વામી છે.

Back to top button