Corona VirushealthIndiaNews

શું કોરોના રીટર્ન આવ્યો? વધતા કેસના આંકડાઓ એ ચિંતા વધારી

દેશમાં કોરોના ચેપના ફેલાવાને રોકવા માટે રસીકરણ અભિયાન ચાલુ છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં 1.08 કરોડ લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. જો કે બીજી તરફ છેલ્લા 5 દિવસથી દરરોજ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, જે ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 મ્હીનાનથી ભારતમાં કોરોના ના કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. જો કે 16 ફેબ્રુઆરીથી દરરોજ ખુલ્લા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 21 મી ફેબ્રુઆરીએ આરોગ્ય મંત્રાલયે આજે જારી કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 14 હજાર 264 નવા દર્દીઓ આવ્યા છે અને 90 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દેશમાં ચૂંટણીઓ માટે સભાઓમાં નેતાઓ ભીડ ભેગી કરી રહ્યા હોવાથી પણ કોરોના સંક્રમણ નો ભય રહેલો છે.

રોગચાળાના તજજ્ઞ અને ચેપી રોગના નિષ્ણાતને આશંકા છે કે કોરોના નો કહેર હજુ 2021 માં પણ ચાલુ જ રહેશે. એક ન્યૂઝ ચેનલ પર ચર્ચા દરમિયાન ભારતીય તબીબી સંશોધન પરિષદના રોગચાળા અને ચેપી રોગોના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડો.રમન ગંગાખેડકરે આ સ્થિતિ ને જટિલ ગણાવી હતી.

તેમણે કહ્યું કે જો કોઈને મૂંઝવણ થાય કે કોવિડ-19 રોગચાળો ટૂંક સમયમાં જ સમાપ્ત થશે, તો તે ખોટું છે. 2020 માં કોરોના વાયરસનો ચેપ ફેલાયો અને સંપૂર્ણ 2021 માં પણ રહેવાની અપેક્ષા છે. આ એક ખૂબ જટિલ મુદ્દો છે અને આપણે દરેક કેસને ખૂબ જ કાળજીપૂર્વક લેવું જોઈએ. મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં કેસ વધી રહ્યા છે.

Tags
Back to top button