GujaratIndia

પેટ્રોલ-ડીઝલ બાદ હવે ડુંગળીના ભાવમાં ધરખમ વધારો, મધ્યમવર્ગ ની હાલત ખરાબ

પેટ્રોલ-ડીઝલની કિંમત બાદ ડુંગળી ના બહાવ પણ લોકોને રડાવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલમાં બહ્વ વધારા બાદ હવે ડુંગળીમાં પણ ધરખમ ભાવ વધારો થયો છે.દિલ્હીમાં ડુંગળીનો ભાવ 75 રૂપિયા થઇ ગયો છે જ્યારે હોલસેલ ભાવ ભાવ 50 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. વધતા ભાવની વાત કરીએ તો છેલ્લા દોઢ મહિનામાં ડુંગળીના ભાવ લગભગ ડબલ થઇ ગયા છે. એશિયાની સૌથી મોટી મંડી લાસલગાંવમાં ડુંગળી ના ભાવમાં બે દિવસમાં પ્રતિ ક્વિન્ટલ 1,000 રૂપિયાનો ધરખમ વધારો થયો છે.

ત્યાં ભાવ હાલ 4200-4500 પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નાસિક ના લાસલગાંવ ખાતેથી આખા દેશમાં ડુંગળીની નિકાસ થાય છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડુંગળી ના પાક નર પણ ઘણું નુકસાન થયું હતું. જેથી ઉત્પાદન પર મોટી અસર થઇ હતી.

ડુંગળીની આવક ઘટતા હવે ધરખમ ભાવવધારો થયો છે. વેપારીઓ ના કહેવા મુજબ વરસાદને કારણે ઉત્પાદન પર અસર થવાથી ડુંગળીની કિંમતમાં વધારો થયો છે. તેમનું તો એવું કહેવું છે કે આ ભાવ હજુ પણ વધી શકે છે.

Back to top button