AhmedabadGujaratMadhya GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

6 મહાનગરપાલિકામાં કોંગ્રસના સુપડા સાફ: ભાજપ જીત તરફ આગળ, આમ આદમી પાર્ટીએ પણ સારું પ્રદર્શન કર્યું

ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. 21 ફેબ્રુઆરીએ અમદાવાદ સહિત 6 મહાનગર પાલિકા ની કુલ 576 બેઠકો પર મતદાન થયું હતું. ભાજપને 6 માંથી 5 માં બહુમત મળી છે એટલે કે અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર. ભાજપ 339 અને કોંગ્રેસ 45 બેઠકો પર આગળ છે. સુરતમાં આમ આદમી પાર્ટી 18 સીટોથી આગળ વધીને નંબર બે પાર્ટી બની ગઈ છે.

આપે કોંગ્રેસને ત્રીજા નંબર પર ધકેલી દીધી છે. ટ્રેન્ડ મુજબ તમામ મહાનગર પાલિકામાં ભાજપની જીત થશે તેવું લાગી રહ્યું છે. રાજકોટની તો 48એ 48 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે. સુરતમાં આપે ખાતુ ખોલાવ્યું છે 18 બેઠક પર તેના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જામનગરમાં પાંચ બેઠક પર માયાવતીની પાર્ટી BSP આગળ ચાલી રહી છે. અમદાવાદમાં ઓવૈસીની AIMIM 3 બેઠક પર આગળ છે.

અસદુદ્દીન ઓવૈસીની AIMIM એ પણ પ્રથમ વખત અમદાવાદના 6 વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પ્રારંભિક વલણમા AIMIM ના ઉમેદવારો 3 બેઠકો પર આગળ હતા. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસે આ ચૂંટણીને વધુ મહત્વ આપ્યું છે. ગૃહ પ્રધાન અમિત શાહ પણ તેમના આખા પરિવાર સાથે મત આપવા પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓએ પણ પ્રચારમાં કોઈ કસર છોડી ન હતી.

આ વખતે કોંગ્રેસ સુરતમાં 2015 ની ચૂંટણી કરતા વધારે ખરાબ રીતે હારી રહી છે. આનાં બે કારણો છે. કોંગ્રેસનો પાટીદાર અનામત સમિતિ (પાસ) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બીજું આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી અને તે જ ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને પ્રચાર કર્યો.

Back to top button