India

પત્નીએ આપઘાત કર્યો, સુસાઇડ નોટમાં લખ્યું કે પતિ ને મોઢું ન બતાવતા

આજકાલ માનસિક તણાવ તેમજ અન્ય કારણો ને કારને લોકો જીવન ટૂંકાવી હર્યા છે ત્યારે એક મહિલાએ આપઘાત ક્રર્યો એ પહેલા એક સુસાઈડ નોટ લખી હતી જેમાં તેણે પતિ સામે આરોપો લગાવ્યા છે. સુસાઇડ નોટમાં પત્નીએ લખ્યું હતું કે જીવતી હતી ત્યારે તો પત્નીને સુખ અને શાંતિ આપી નહી એટલે મરી ગયા પછી મારું મોં એને બતાવશો નહી એજ મારા પતિ ની સજા છે

ઈન્દોરના એરોડ્રોમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલ્પનાના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા.લગ્ન જીવનમાં શરૂઆતમાં તો બધું ઠીક ચાલતું હતું પણ બાદમાં દહેજની માંગ થવા લાગી હતી.દહેજ મામલે પત્નીએ પતિ સામે ફરિયાદ પણ નોંધાવી હતી. જેથી છૂટાછેડા માટે કોર્ટમાં કેસ પણ ચાલતો હતો.

પત્ની આ મામલે સતત માનસિક તણાવમાં રહેતી હતી અને પિયરે આવી ગઈ હતી. પિયરમાં તેણે સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.આપઘાતની જાણ થતા પોલીસ પણ પહોચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.પત્નીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે રૂપિયા માણસ કરતા મોટા નથી. હું ખુશીથી આપઘાત કરી રહી છું. મારું મોત પતિને બતાવશો નહી તેની આ જ સજા છે.

Back to top button