BollywoodIndiaStory

ફોટોગ્રાફરે હાલચાલ પૂછ્યા તો કપિલ શર્માએ ગાળાગાળી કરી, કેમેરામાં થઇ ગયું રેકોર્ડ

જાણીતો કોમેડિયન કપિલ શર્મા સોમવારે એરપોર્ટ પર વ્હીલચેરમાં બહાર નીકળતો જોવા મળ્યો હતો. તેની આ તસવીરો જાહેર થતાં જ ચાહકોમાં પણ ચિંતા નો માહોલ છે. ચાહકો કપિલની તબિયતને લઇને ચિંતિત છે. ઘણા લોકો સતત કપિલને ટ્વીટ કરીને તેના સ્વાસ્થ્ય વિશે પૂછી રહ્યા છે. કપિલને વ્હીલચેરમાં જોઇને ફક્ત ચાહકો જ નહીં બાકીના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જો કે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ફોટોગ્રાફરો કપિલનો ફોટો લે છે અને તેમનાં હાલચાલ વિશે પૂછે છે ત્યારે કપિલ ભડકે છે.

ફોટોગ્રાફરો કપિલનો ફોટો લઈ તેના સ્વાસ્થ્ય વિશે પૂછે છે. ફોટોગ્રાફરો પહેલા કપિલ નો ફોટો લે છે અને તેમની તંદુરસ્તી વિશે પૂછે છે. ફોટોગ્રાફરો કહે છે કે- કપિલ સર કેમ છો, સર વીડિયો લઇ રહ્યા છીએ. આ પછી કપિલ કહે છે કે – ઓયે તમે બધા લોકો પાછળ હટો. બાદમાં ફોટોગ્રાફરો કહે છે કે ઓકે સર, થેંક્યું સર.

કપિલે પોતાનો ગુસ્સો દર્શાવતા અભદ્ર શબ્દ નો પ્રયોગ કરે છે. ફોટોગ્રાફરો આ સાંભળ્યા પછી કહે છે – સર રેકોર્ડ થઇ ગયું છે. આના પર કપિલ કહે છે- હા, રેકોર્ડ કરો, તમે પણ ગેરવર્તણુક કરો છો. કપિલની આ વર્તણૂક જોઈ ફોટોગ્રાફરો કહે છે- સર, જો તમે વિનંતી કરી હોત, તો અમે પાછળ હટી ગયા હોત.

Back to top button