ગુજરાતમાં આજે મહાનગરપાલિકાઓ ની ચૂંટણી ની મતગણતરી ચાલી રહી છે. તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપ આગળ ચાલી રહી છે પણ સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ પણ ભાજપને હંફાવી છે. સુરતમાં કુલ 484 ઉમેદવારો વચ્ચે જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર ચાલી રહી છે.
સુરતમાં ભાજપ હાલ 40 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 10 અને આમ આદમી પાર્ટી 18 બેઠકો પર આગળ ચાલી રહી છે.કોંગ્રેસ સામે પાટીદારોએ બાંયો ચડાવી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પાટીદારોના વોર્ડ ગણાતા 2, 3, 4, 14અને 16 વોર્ડ માં આમ આદમી પાર્ટી હાલમાં આગળ ચાલી રહી છે. આપ આગળ હોવાથી કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ છે.
મતગણતરી માટે અલગ અલગ વોર્ડ માટે ગણતરી કરવાની હોય છે. સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારબાદ ઈવીએમ ના મતોની ગણતરી થશે. બપોરે 2 વાગ્યા સુધીમાં સ્પષ્ટ પરિણામ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.