ElectionGujaratPoliticsSouth GujaratSurat

સુરત મહાનગરપાલિકા ના સૌથી નાની વયના કોર્પોરેટર બન્યા પાયલ સાકરિયા, ઉંમર છે 22 વર્ષ

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી ના પરિણામો ગઈકાલે આવ્યા હતા અને દરેક મહાનગરપાલિકામાં ભાજપની જીત થઇ છે પરંતુ સુરતના પરિણામો એ ભાજપ-કોંગ્રેસને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસ ખાતું ખોલવામાં પણ સફળ ન રહી ત્યારે આમ આદમી પાર્ટી ની સુરતથી જોરદાર એન્ટ્રી થઇ છે.

સુરતમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકો પર જીત થઈ છે.સુરતમાં સૌથી નાની વયના કોર્પોરેટર પાયલ સાકરિયા બન્યા છે. ૨૨ વર્ષીય પાયલ વોર્ડ નંબર ૧૬ પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા.

ભાજપના ઉમેદવાર ને પાયલ સાકરિયાએ 9669 મતથી હરાવીને બેઠક કબજે કરી હતી. પાયલ સુરત મહાનગરપાલિકા ની ચૂંટણીમાં સૌથી નાની વયની ઉમેદવાર હતી. પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીની આખી પેનલ ની જીત થઇ છે. પાયલ પુણા વિસ્તારમા પરિવાર સાથે રહે છે. પાયલે 12 ધોરણ સુધી નો આભ્યાસ કર્યો છે.

22 વર્ષ ની ઉમરે ભાજપ જેવી પાર્ટીના ઉમેદવારને હરાવવા એ નાની વાત નથી. જીત બાદ પાયલ સાકરિયા પોતાની સોસાયટીમાં પહોંચી ત્યારે તેનું જોરદાર સ્વાગત કરાયું હતું. ઢોલ-નગારાં સાથે સોસાયટી ના લોકોએ તેનું સ્વાગત કર્યું હતું. લોકોએ તેને મીઠી પણ ખવડાવી હતી અને પાયલે વડીલોના આશીર્વાદ લીધા હતા.

Back to top button