21 ફેબ્રુઆરીએ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને બીજા દીકરાનું સ્વાગત કર્યું. કરીનાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બીજા પુત્રને જન્મ આપ્યો હતો. તેનો મોટો દીકરો તૈમૂર હવે તેની માતા અને નાના ભાઈને મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યો છે. તેના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.
જણાવી દઈએ કે કરીના કપૂર ખાને રવિવારે એક પુત્રને જન્મ આપ્યો હતો. આ કરીના અને અભિનેતા સૈફ અલી ખાનનો બીજો સંતાન છે. કરીનાને મુંબઈ ની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણે સવારે નવ વાગ્યે બાળકને જન્મ આપ્યો.કરીના કપૂરના પિતા રણધીર કપૂર પણ તેમને મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
કરીના માતા બન્યા પછી તેની ભાભી સબા પટૌડી અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ સૈફિનાને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતા. દરમિયાન તૈમૂર હોસ્પિટલમાં જતો જોવા મળ્યો હતો.
કરીનાએ 20 ડિસેમ્બર, 2016 ના રોજ તેના પહેલા પુત્ર તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો હતો. તૈમૂર હવે ચાર વર્ષનો છે અને જન્મથી જ તે ઇન્ટરનેટ પર ટ્રેન્ડમાં રહે છે.