અહિયાં 22 ફૂટની અજીબ લાંબી દુર્લભ વાદળી માછલી જોવા મળી,દેખતા જ લોકોએ કર્યું આવું,
ઓડિશાના ગંજામ જિલ્લાના સુનાપુર કિનારે લગભગ 22 ફૂટ લાંબી વિશાળ વાદળી વ્હેલને બચાવી લેવામાં આવી છે.વ્હેલની આ દુર્લભ પ્રજાતિની પ્રથમ ઝલક માટે પ્રવાસીઓ એકદમ ખુશ જોવા મળ્યાં હતાં.હકીકતમાં,માછીમારોએ ગુરુવારે બપોરે સૂર્યાપુર કિનારે આ માછલીને પડેલી જોઈ અને વન વિભાગના અધિકારીઓને જાણ કરી.
આ પછી,મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો તેને જોવા માટે ત્યાં ઉમટ્યા હતા.ત્યાં હાજર લોકોએ વિચાર્યું કે આ માછલી મરી ગઈ છે.કેટલાક લોકો તેની સાથે સેલ્ફી પણ લઈ રહ્યા હતા.માહિતી મળતાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.ડીએફઓ બેરહામપુર એ જણાવ્યું કે તે દરિયાઈ જાતિની વ્હેલ છે.
તે જીવંત હતી અને સ્થાનિક લોકોએ તેની જાણ કર્યા પછી ફરી રેસક્યું શરૂ કરવામાં આવ્યુ.આ પછી તેને પાછી સમુદ્રમાં મોકલવામાં આવી છે.જણાવી દઈએ કે ગંજામ જિલ્લાનો સુનાપુર બીચ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે અને ઓડિશામાં સૌથી વધુ માંગવાળો દરિયાકિનારો છે.