ElectionGujaratPoliticsSouth GujaratSurat

સુરતમાં અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ-શો, કહ્યું કે અમને 5 વર્ષ આપો તો અગાઉના 25 વર્ષ ભૂલી જશો

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજે સુરત ખાતે આમ આદમી પાર્ટી ની જીતને કારણે સુરત આવી પહોચ્યા હતા.સુરતમાં તેમનો રોડ-શો યોજાયો હતો. આપ સુરત મહાનગરપાલિકાની 120 માંથી 27 બેઠકો જીતી ચૂકી છે અને હવે તે અહીંનો મુખ્ય વિરોધી પક્ષ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોંગ્રેસનું ખાતું પણ નથુ ખુલ્યું.

અરજિંદ કેજરીવાલે ‘આપ’ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, આપ પાર્ટીએ નાગરિક ચૂંટણીમાં 27 બેઠકો મેળવીને સુરતમાં ભાજપના કિલ્લામાં ખાડો બનાવ્યો છે. આ માટે હું ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું.સુરતના લોકોએ 125 વર્ષ જૂની કોંગ્રેસને નકારી કાઢી અને આમ આદમી પાર્ટીને મુખ્ય વિપક્ષી પાર્ટીની જવાબદારી સોંપી.

કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં ભાજપ 25 વર્ષથી સત્તામાં છે, એટલા માટે નહીં કે તે એક મહાન પાર્ટી છે. તેમણે કહ્યું કે ભાજપે અહીં લોકોને વિભાજીત કરી દબાવ્યા છે અને અન્ય પક્ષોને નિયંત્રિત કર્યા છે.આગામી વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે. હવે આપ પાર્ટીની નજર તેના પર પણ છે.

સુરતમાં ભવ્ય રોડ-શો બાદ અરવિંદ કેજરીવાલે 22 માસૂમોએ જીવ ગુમાવ્યો હતો તે તક્ષશિલા બિલ્ડીંગ ખાતે સભા સંબોધી હતી. કેજરીવાલે કહ્યું કે અમને 5 વર્ષ આપો તો અગાઉ ના 25 વર્ષ ભૂલી જશો. કેજરીવાલે કહ્યું કે આપનો એક કોર્પોરેટર ભાજપના 10 કોર્પોરેટર પર ભારે પડે એટલો મજબુત છે.

Back to top button