healthIndia

નિષ્ણાતોએ કહ્યું, દરેક રાજ્યમાં કોરોના ની બીજી લહેર આવશે

કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે, જેને કોરોનાની બીજી લહેર માનવામાં આવી રહી છે. કર્ણાટક અને તમિળનાડુના એક્સપર્ટસના જણાવ્યા મુજબ, અન્ય રાજ્યોમાં પણ આજે નહીં તો કાલે આવી સ્થિતિ આવશે જ. કોરોના વાયરસ, તેના વેરિયટન્સ અને વેક્સિનેશન પર ગુરુવારે ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક દ્વારા આયોજિત પેનલ ડિસ્કશનમાં એક્સપર્ટસે કહ્યું કે, (કોરોનાની) બીજી લહેર નિશ્ચિત છે.

શું ભારત બીજી લહેરનો સામનો કરી રહ્યું છે? તેના પર ચેન્નઈની એપોલો હોસ્પિટલના ચેપી રોગોના નિષ્ણાત ડો. વી રામાસુબ્રમણિયમે કહ્યું કે, યુકે અને યુએસ સહિતના દેશો કે જે ભારત કરતા કેસોની બાબતમાં ત્રણથી ચાર મહિના આગળ છે, તેમાં બીજી લહેર આવી હતી.

તેમણે કહ્યું કે, ભારતમાં બીજી લહેર ન આવવાનું મને કોઈ કારણ જણાતું નથી. પરંતુ શક્યતા છે કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં તેની તીવ્રતા ઓછી હોઈ શકે છે, કેમકે ભારતમાં યુવાનોની સંખ્યા વધુ છે.નિમ્હાન્સના ડિપાર્ડમેન્ટ ઓફ ન્યુરોવાયરોલોજીના પૂર્વ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને કર્ણાટક કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. વી રવિએ કહ્યું કે, ભારત બીજી લહેરથી બચી નહીં શકે. તેમણે કહ્યું કે, મોટાભાગના લોકો એવું માની રહ્યા છીએ કે આપણે બધાથી અલગ છીએ, પરંતુ વાયરસ એક દિવસ તો દરેકને ઝપેટમાં લેશે જ.

Back to top button