CrimeGujaratMadhya Gujarat

ખોટા રસ્તે રૂપિયા ડબલ કરવાની લાલચ ભારે પડી શકે, બાવળા ના વ્યક્તિએ 5.5 લાખ ગુમાવ્યા

જો તમેં વધારે પૈસા ખોટા રસ્તે કમાવાની લાલચ રાખતા હોય તો તમારે મોટું નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડે છે. બાવળા ના એક વ્યક્તિ સાથે આવો જ કિસ્સો બન્યો છે. તાંત્રિક વિધિ દ્વારા રૂપિયા ડબલ કરવાની લાલચ ભારે પડી ગઈ અને 5.5 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે.

બાવળાના રહેવાસી જયદીપસિંહ પરમારે બંકેલી પોલીસ મથકે અજાણ્યા તાંત્રિક અને તેના બે સાથીઓ સામે છેતરપીંડી ની ફરિયાદ નોંધાવી છે. તાંત્રિકને આ પૈસા ફરીયાદી અને તેમના ભાઈએ આપ્યા હતા જે ગુમાવવા પડ્યા છે.ધનરાજસિંહે તેના બે મિત્રો સાહિલ અને મનીષ પાસેથી માહિતી મેળવી હતી કે છોટા ઉદેપુરમાં આશ્રમ ધરાવતા તાંત્રિકે કેટલીક કર્મકાંડ કરીને પૈસા બમણા કરી આપે છે.

જેથી તેઓ 17 ફેબ્રુઆરીએ અબ્દુલ અને શંકર સાથે આશ્રમમાં ગયા હતા અને 2.5 લાખ રૂપિયા આપ્યા હતા. તાંત્રિકે રૂપિયા સ્ટીલની પેટીમાં રાખ્યા અને પછી પરમાર ને અઆપી દીધા હતા અને પેટી ખોલવાની મનાઈ કરી હતી. બાદમાં વિધિ પત્યા બાદ તાંત્રિકે મોડી રાત્રે તેમને ઘરે જવા માટે કહ્યું હતું.

20મી ફેબ્રુઆરીએ તાંત્રિકે ધનરાજસિંહને કહ્યું કે પૈસા 11 દિવસે બમણા થઇ જશે પણ જો તાત્કાલિક કરવા હોય તો હજુ 3 લાખ આપવા પડશે. બાદમાં ધનરાજસિંહ ફરી ત્યાં ગયા હતા પણ અચાનક તાંત્રિક રૂપિયા લઈને ભાગી ગયો અને પપેટીમાં જોયું તો ફક્ત એ નાળીયેર હતું. બાદમાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Back to top button