AhmedabadGujaratMadhya Gujarat

આયેશા એ છેલ્લે પિતા સાથે વાત કરી હતી કે, પતિએ કહ્યું છે કે મરી જા અને વિડીયો બનાવીને મોકલજે

અમદાવાદની આયેશાએ આપઘાત કરતા પહેલા એક ભાવનાત્મક વીડિયો બનાવ્યો હતો, જેમાં તે પરિવારને સંદેશ આપી રહી છે. આયેશાએ આપઘાત કરતા પહેલા તેના માતા-પિતાને પણ ફોન કર્યો હતો. માતા-પિતાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આયેશાએ સાંભળ્યું નહીં. તેણે કહ્યું કે તે હવે ઘણું વધારે થઇ રહ્યું છે – હવે જીવવું નથી.

બચી ગઈ તો લઇ જાજો નહી તો દફનાવી દેજો. આયેશાએ તેના માતા-પિતાને એમ પણ કહ્યું હતું કે પતિને તેની પરવા નથી.આયેશાના પિતા લિયાકત અલીએ કહ્યું કે, “દીકરીએ આપઘાત કરતા પહેલા મોબાઈલ કોલ કર્યો હતો. તેણે કહ્યું કે સાબરમતી નદીના પુલ પર ઉભી છે અને મરવા જઈ રહી છે. અમે તેને સમજાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો. કુરાનની શપથ પણ લીધી, પણ આયેશા માત્ર રડતી રહી અને કહ્યું કે આરીફ મને લેવા નથી આવતો.

મેં તેને થોડા દિવસો પહેલા કોલ કર્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે તારા વિના મરી જઈશ તો તેણે કહ્યું કે મરી જાજે અને વિડીયો મોકલજે.આયેશા આ વાતને લઈને દુઃખી હતી.આયેશાએ આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વીડિયોમાં શું કહ્યું હતું જુઓ,

Back to top button