AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ: પતિ બળજબરી પૂર્વક સબંધ બનાવતો, સાસરિય ત્રાસ આપતા, 49 વર્ષીય મહિલાએ કરી પોલીસ ફરિયાદ

અમદાવાદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તે યુનિવર્સિટીની ટોપર હતી છતાં સાસરિયા તેને નોકરી નથી કરવા દેતા.આટલું જ નહી એકવાર તે ઈન્ટરવ્યું માટે ગઈ તો પતિએ તેની માર્કશીટ જ ફાડી નાખી.

આ ઉપરાંત મહિલા જે સ્કુલમાં નોકરી કરતી હતી ત્યાં પણ પતિએ ખોટી વાતો કરી કે પત્ની HIV પોઝીટીવ છે અને તેની ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો. પતિ સૈન્યમાં હતો પણ દારુ પીને ગંદી માંગણીઓ કરતો હતો. મહિલાએ એક છોકરીને જન્મ આપ્યો, પછી સાસરિયાઓએ તેને સાથે રહેવા માટે એક હજાર રૂપિયાની શરત મૂકી હતી અને ત્રાસ ગુજાર્યો હતો.

તેથી કંટાળીને 49 વર્ષીય મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને તેથી પોલીસે તપાસ શરૂ કરી છે. 49 વર્ષીય મહિલા શહેરના નવા વાડજ વિસ્તારમાં રહે છે.તે તેની 2 પુત્રીઓ અને પતિ સાથે છેલ્લા ઘણા સમયથી ત્યાં રહે છે. તેના લગ્ન 1990 માં અમદાવાદમાં થયા હતા. લગ્નના બીજા જ દિવસે મહિલાના સાસરીયાઓએ મહિલા પાસે અલગ અલગ માંગણીઓ શરુ કરી દીધી હોવાનું પણ મહિલાએ આરોપ લગાવ્યો છે.

Back to top button