CongressCrimeIndiaNewsPolitics

કોંગ્રેસના ધારાસભ્યના ભત્રીજાની ગોળી મારીને હત્યા, હુમલાખોર ફરાર

હવે નેતાઓનો પરિવાર પણ સુરક્ષિત નથી.બિહારના સાસારામમાં કોંગ્રેસના ધારાસભ્ય સંતોષ મિશ્રાના ભત્રીજા સંજીવ મિશ્રા ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. શનિવારે ત્રણ બાઇક સવાર હુમલો કરનારાઓએ ગોળીબાર કર્યો હતો જેમાં સંજીવ મિશ્રાનું મોત નીપજ્યું હતું.

રોહતાસ જિલ્લાના પરસથુઆમાં કોંગ્રેસના ધારાસભ્ય સંતોષ મિશ્રાના ભત્રીજા સંજીવ મિશ્રાને ગુનેગારોએ ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સસારામની સદર હોસ્પિટલમાં મોકલ્યો છે.એવું કહેવાય રહ્યું છે કે સંજીવ મિશ્રા પરસથુઆમાં તેમના નિવાસસ્થાન પર હતા, તે જ સમયે ત્રણ બાઇક પર સવાર ગુનેગારોએ તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું. સંજીવ મિશ્રાને ચાર ગોળી વાગી હતી જેથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પડોશીના લોકો તાકીદે સંજીવને સારવાર માટે કૈમૂર જિલ્લાના મોહનિયા લઈ ગયા હતા. પરંતુ સંજીવ મિશ્રાનું રસ્તામાં જ મોત નીપજ્યું. હત્યા પાછળ જૂની દુશ્મનાવટ હોવાનું જણાવાયું છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. ઘટના બાદ ગ્રામજનોમાં ભારે નારાજગી છે. ઘટના પરસ્તુઆ ઓપી વિસ્તારની છે. પોલીસ સ્થળ ઉપર છાવણી કરી રહી છે. પોલીસે મૃતદેહને કબજામાં લઈ લીધો છે.

ધારાસભ્ય સંતોષ મિશ્રા ઘટના બાદ ખૂબ જ દુઃખી છે. કાયદો અને વ્યવસ્થા અંગે તેમણે કહ્યું હતું કે, જ્યારે આ સરકારમાં ધારાસભ્યના પરિવારના લોકો સુરક્ષિત નથી, તો સામાન્ય લોકોની સ્થિતિ શું હશે? સંતોષ મિશ્રાએ કહ્યું કે તેમના મત ક્ષેત્રમાં અવારનવાર હત્યાઓ થાય છે.દારૂ પીને લોકોની હત્યા કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર કઈ કરતી નથી.

હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. સંતોષ મિશ્રા પૂર્વ મંત્રી ગિરીશ નારાયણ મિશ્રાના પુત્ર છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં સંજીવે તેના કાકા માટે વ્યાપક પ્રચાર કર્યો હતો. સંતોષ મિશ્રાને પણ આમાં સફળતા મળી અને તે કરગહારના ધારાસભ્ય બન્યા. એવું કહેવામાં આવે છે કે સંજીવ મિશ્રા આગામી પંચાયતની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા ઇચ્છતા હતા.

Back to top button