GujaratSouth GujaratSurat

સુરત: પાંડેસરા ની પ્રેરણા પ્રોસેસિંગ મિલમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ, 300 લોકો કામ કરી રહ્યા હતા

પાંડેસરા જીઆઈડીસી સ્થિત પ્રેર્ના પ્રોસેસ પ્રા.લિ. રવિવારે રાત્રે સવારે 9.54 વાગ્યે મીલમાં ભારે આગ લાગી હતી. આગના સમયે 250 થી 300 કામદારો મિલના ત્રીજા માળે કામ કરી રહ્યા હતા. કેટલાક લોકોએ ભાગીને જીવ બચાવ્યો તો કેટલાક કુદી ગયા.

દોડધામમાં એક વ્યક્તિનો પગ બહ્નગી ગયો હતો જ્યારે અન્ય ત્રણને પણ ઈજાઓ પહોંચી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના 22 વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાત્રે 12 વાગ્યા સુધીમાં જાનહાની થવા અંગેની કોઈ માહિતી નથી પરંતુ રૂપિયા 50 લાખ નું કાપડ સળગી ગયું હોવાની માહિતી છે. આગ ત્રીજા માળે લાગી હતી જ્યાં કાપડ રાખવામાં આવ્યું હતું. આગ ફેલાઈને બીજા માળ સુધી પહોચી ગઈ હતી.

આ જ્વાળાઓ ઘણા કિલોમીટર દૂરથી દેખાઈ રહી હતી. જીઆઈડીસીમાં વીજ પુરવઠો બંધ થઇ જતા ફાયરના જવાનોને આગ બુઝાવવામાં ઘણી તકલીફ પડી હતી. ફાયર ઓફિસર દીપક માખીજાએ જણાવ્યું હતું કે આગ ત્રણ એંગલથી કાબૂમાં લેવામાં આવી રહી છે.

Back to top button