India

વકીલે મેજીસ્ટ્રેટ ને જન્મદિવસની શુભેચ્છા નો મેસેજ મોકલ્યો, પણ વકીલને જેલ જવાનો વારો આવ્યો

મધ્યપ્રદેશના રતલામમાં એક વકીલને જન્મદિવસ પર ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (જેએમએફસી) ને શુભેચ્છાઓનો સંદેશ મોકલવાનું ભારે પડી ગયું હતું. વકીલ આઈટી એક્ટ હેઠળ વિવિધ કલમો હેઠળ 9 ફેબ્રુઆરીથી જેલમાં છે. સમાચાર મુજબ વકીલે 28 જાન્યુઆરીના રોજ બપોરે 1.11 વાગ્યે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (જેએમએફસી) ને એક ઈ-મેલ મોકલ્યો અને પછી સ્પીડ પોસ્ટ પણ કર્યું હતું.

આ કેસમાં નોંધાયેલ એફઆઈઆરમાં 37 વર્ષીય આરોપી વિજયસિંહ યાદવે કથિત રૂપે સંમતિ વિના તેના ફેસબુક એકાઉન્ટમાંથી જેએમએફસીની પ્રોફાઇલ પિક્ચર ડાઉનલોડ કરી હતી અને શુભેચ્છાઓ સાથે તેને “અશ્લીલ સંદેશ” પણ મોકલ્યો હતો.8 ફેબ્રુઆરીએ રતલામ જિલ્લાના સિસ્ટમ અધિકારી મહેન્દ્રસિંહ ચૌહાણની ફરિયાદના આધારે સ્ટેશન રોડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી.

પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવા બદલ છેતરપિંડી, બનાવટી અને આઈટી એક્ટની કલમોનો કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે મેલ સિવાય યાદવે કોર્ટના કલાકો દરમિયાન સ્પીડ પોસ્ટ દ્વારા જેએમએફસીને એક શુભેચ્છા કાર્ડ મોકલ્યું હતું.

બાદમાં યાદવની ધરપકડ કરાઈ છે અને હવે જામીન અરજી ટ્રાયલ કોર્ટે તેની ધરપકડના ચાર દિવસ બાદ 13 ફેબ્રુઆરીએ નામંજૂર કરી હતી.જામીન અરજીમાં યાદવે રતલામના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ) ને સુપરત કરેલી જેએમએફસી વિરુદ્ધ એક અલગ “ખાનગી ફરિયાદ” નો પણ ઉલ્લેખ કરતો ચ . તેમણે અરજીમાં એવો દાવો પણ કર્યો છે કે તેમણે એક સામાજિક કાર્યકર અને જય કુલ દેવી સેવા સમિતિના અધ્યક્ષ રતલામ તરીકે જન્મદિવસની શુભેચ્છાઓ મોકલી હતી અને ગુગલથી તે ચિત્ર ડાઉનલોડ કર્યું હતું અને તેનો ઉપયોગ ક્રિએટિવ ડિઝાઇનર તરીકે કર્યો હતો.

Back to top button