InternationalStory

મહિલા સમુદ્ર કિનારે ફરવા નીકળી હતી પણ એવી વસ્તુ મળી કે રાતોરાત બની ગઈ કરોડપતિ

થાઇલેન્ડમાં સમુદ્ર કિનારે ફરતી એક મહિલા રાતોરાત કરોડપતિ બની ગઈ હતી. તમે વિચારી રહ્યા છો કે તેને દરિયા કાંઠે હીરા અને ઝવેરાતનો ઢગલો મળી આવ્યો હશે, પરંતુ એવું નથી. તે સમયે મહિલાને દરિયા કિનારે વ્હેલની ઉલટી મળી આવી હતી જેની કિંમત કરોડો રૂપિયા છે. મહિલાને જે ઉલટી મળી છે તેની કિંમત 1.93 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.

તમને જણાવી દઈએ કે વ્હેલની ઉલટી ને તરતું સોનું પણ કહેવામાં આવે છે અને તેની તસવીર વિશ્વના વિવિધ ભાગોથી સોશિયલ મીડિયા પર જોવા મળી રહેતી હોય છે.23 ફેબ્રુઆરીએ જ્યારે મહિલા થાઇલેન્ડના નખોન સી થમ્મરત પ્રાંતમાં દરિયાઇ કિનારા પર ચાલતી હતી, ત્યારે તેણે એક પથ્થર જેવું કંઈક જોયું.

જ્યારે તે તેની નજીક આવી ત્યારે તે પથ્થરમાથી માછલીની ગંધ વસ્તુ જેવી આવી રહી હતી. મહિલાએ વિચાર્યું કે તે વ્હેલની ઉલટી જેવું લાગે છે અને તે ઘરે લાવશે અને આમાંથી કેટલાક પૈસા મેળવી શકે છે. બાદમાં સાચે જ એવી ખબર પડી કે ખરેખર તે વ્હેલ ની ઉલટી જ છે.

અત્તર બનાવવા માટે વ્હેલ ઉલટીનો ઉપયોગ થાય છે. તેમાં ગંધહીન આલ્કોહોલ હોય છે જે પરફ્યુમની ગંધને લાંબા સમય સુધી જાળવી રાખે છે.આના લીધે જ તે કિંમતી હોય છે.

Back to top button