Bollywood

એક સમયે આ કો-સ્ટાર પર શ્રદ્ધા કપૂરને હતો ક્રશ, પણ આ કારણે વાત આગળ ન વધી

શ્રદ્ધા કપૂર ફિલ્મના બેકગ્રાઉન્ડ સાથે સંકળાયેલ છે અને શ્રદ્ધાએ 11 વર્ષમાં જ ફિલ્મી ઉદ્યોગમાં પોતાની મજબૂત ઓળખ બનાવી લીધી છે.આજે લાખો-કરોડો ચાહકો પણ ધરાવે છે. આજના સામે લાખો લોકો તેમને પસદ કરે છે ત્યારે એક સમયે શ્રદ્ધા પણ કોઈને પસંદ કરતી હતી.શ્રદ્ધાએ એક ઇન્ટરવ્યુમાં તેના ક્રશ વિશે વાત કરી હતી. આજે શ્રદ્ધાના જન્મદિવસ પર તે વાતો જાણીએ.

શ્રદ્ધા કપૂરે ટાઇગર શ્રોફ સાથે 2016 માં આવેલી ફિલ્મ બાગીમાં કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ બની હતી અને તેમની જોડી પણ લોકોને સારી પસંદ આવી હતી. પરંતુ રીલ લાઈફનો આ સાથી રીયલ લાઈફમાં પણ એકસમયે શ્રદ્ધા નો ક્રશ હતો. થોડા સમય પહેલા હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રદ્ધા અને ટાઇગર બંનેએ એક બીજા પર ક્રશ હોવાનો ખુલાસો કર્યો હતો.

ટાઇગરે કહ્યું હતું કે સ્કૂલના સમયે તેને શ્રદ્ધા પર ક્રશ હતો. આ અંગે શ્રદ્ધાએ કહ્યું કે જો તેણીને જાણ હોત, તો તે કદાચ આ વાત કર કઈક કરેત. શ્રદ્ધાએ એ પણ કબૂલાત કરી હતી કે ટાઇગર શ્રોફ પણ સ્કુલ સમયે તેમના ક્રશ હતા. તેણે કહ્યું કે તેને સ્કૂલમાં ટાઇગરને બાસ્કેટબ રમતા જોતી તો ગમતું હતું.

જો કે શાળાના દિવસો દરમિયાન, બંને એકબીજા ની ફીલિંગ થી અજાણ હતા અને આને કારણે આ વાત આગળ વધી શકી નહી.ટાઇગરે પણ શ્રદ્ધા ને પ્રપોઝ ન કરવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.તેણે કહ્યું હતું- મને ડર હતો. હું બસ તેને જોયા કરતો હતો.

Back to top button