India

કપિલ શર્માએ દીકરી અનાયરા નો ડાન્સ કરતો વિડીયો શેર કર્યો, જુઓ વિડીયો

કપિલ શર્માએ હાલમાં જ પોતાની પુત્રી અનયારાનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કપિલ શર્મા ઘણીવાર તેની પુત્રી સાથે રમતી વખતે ફોટા અને વીડિયો શેર કરે છે. કપિલ શર્માએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પુત્રી અનયારાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેની પુત્રી હની સિંઘ ના જિંગલ બેલ્સની ધૂન પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. પ્રિન્ટેડ બ્લુ નાઇટ સૂટમાં અનાયરા એકદમ ક્યૂટ લાગી રહી છે, આ દરમિયાન અનાયરા તાળીઓ પાડતી જોવા મળી હતી.

કપિલ શર્મા અને ગિન્ની એ 12 ડિસેમ્બર, 2018 ના રોજ જલંધરમાં લગ્ન કર્યા હતા.10 ડિસેમ્બર, 2019 ના રોજ તેમના પહેલા બાળક અનયારા નો જન્મ થયો હતો. હાલમાં જ બીજા અ બાળકના જન્મ બાદ કપિલ હવે શો છોડીને બાળકો પર ધ્યાન આપી રહ્યો છે.જુઓ વિડીયો,

કપિલ શર્મ ઘણીવાર તેની પ્રવૃત્તિ દ્વારા સમાચારોનો ભાગ બની રહે છે. તાજેતરમાં કપિલ વ્હીલ ચેરમાં એરપોર્ટ પર જોવા મળ્યો હતો, ત્યારબાદ કપિલના ચાહકો આનું કારણ જાણવા આતુર હતા. ફોટામાં એક વ્યક્તિને પી.પી.ઇ કીટ પહેરીને લઈ જતા બતાવવામાં આવ્યા હતા. લોકોને આશ્ચર્ય થયું કે આખરે જે થયું તે કપિલ શર્માએ વ્હીલચેરનો આશરો લેવો પડ્યો.

કપિલ શર્માએ આ માટેનું કારણ સ્પોટબોયને આપેલા એક ઇન્ટરવ્યુમાં આપ્યું છે. કપિલે કહ્યું કે તેને જીમમાં કમરમાં ઈજા થઈ છે જે થોડા દિવસોમાં ઠીક થઈ જશે. જેથી તેને વ્હીલચેર ની મદદ લેવી પડી હતી.

Back to top button