GujaratMadhya Gujarat

આણંદ: માતા એ સંતાનો સાથે ઝેરી દવા પીધી, માતા-પુત્રનું મોત, પુત્રી નો જીવ બચ્યો

રાજ્યમાં આપઘાતના અનેક કેસ સામે આવી રહ્યા છે.અમદાવાદમાં આયેશા, ત્યારબાદ વડોદરામાં સોની પરિવાર અને હવે આણંદમાં એક જ પરિવારના ત્રણ સભ્યો ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને પુત્રનું મોત થયું છે અને પુત્રી નો બચાવ થયો છે.ગઈકાલે બપોરે આણંદ ની જીવનદીપ સોસાયટીમાં આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે એક મહિલાએ પુત્ર અને પુત્રી સાથે ઝેરી ગોળીઓ ખાઈ લીધી હતી.

ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડીરાત્રે સારવાર દરમિયાન માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું અને પુત્રીનો બચાવ થયો હતો. પોલીસે માતા અને પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં મોકલ્યા હતા.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આણંદ ટાઉન પોલીસે માતા-પુત્રની મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે સામૂહિક આત્મહત્યાની ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યા પાછળનું કારણ આર્થિક સંકડામણ માનવામાં આવી રહ્યું છે. વધુ માહિતી તપાસ બાદ જ સામે આવી શકે છે.

Back to top button