India

ગાય ના પેટમાંથી 71 કિલો પ્લાસ્ટિક નો કચરો નીકળ્યો, ગર્ભમાં રહેલા વાછરડા નું મોત

રસ્તા પર ફરતી ગાય ખોરાંક સાથે ન ખાવાની વસ્તુઓ પણ ખાઈ જતી હોય છે, ખોરાક પ્લાસ્ટીકમાં ફેંકાયો હોય તો ગાય પ્લાસ્ટિક પણ ખાઈ જતી હોય છે ત્યારે હરિયાણાના ફરીદાબાદ થી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં ગાયના પેટમાંથી 71 કિલો કચરો નીકળ્યો હતો. તે પ્લાસ્ટિકનો કચરો હતો. મળતી માહિતી મુજબ તે ગાય ગર્ભવતી હતી અને આ કચરા ને કારણે વાછરડા નું મોત થઇ ગયું હતું.

આઇએફએસ અધિકારી પ્રવીણ આંગુસામીએ આ વિડીયો શેર કર્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે ગાયના પેટમાં 71 કિલો પ્લાસ્ટિક, નખ અને અન્ય કચરો મળી આવ્યો હતો. સગર્ભા ગાયના પેટમાં વાછરડા ને ઉછેરવા માટે જગ્યા જ નહોતી જેથી વાછરડા નું મોત થઇ ગયું હતું.

પીપલ્સ ફોર એનિમલ્સ ટ્રસ્ટ ફરીદાબાદએ ગાયને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા. માર્ગ અકસ્માત બાદ ગાય ને તો બચાવી લેવામાં આવી હતી પણ તબીબોએ તપાસ કરતા ગાય ને અન્ય સમસ્યાઓ છે તેવું માલુમ પડ્યું હતું. ગાય નું ચાર કલાકનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે પેટમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો કાઢવામાં આવ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખે કહ્યું કે આજ સુધીના તેમના અનુભવમાં ગાયના પેટમાંથી આટલો કચરો ક્યારેય કાઢવામાં આવ્યો નથી.

Back to top button