GujaratMadhya GujaratVadodara

વડોદરા સામુહિક આપઘાત: હોસ્પીટલમાંથી નીકળી આખા પરિવારની અંતિમયાત્રા, મામાએ ધ્રુજતા હાથે 4 વર્ષના ભાણીયા નો દેહ હાથમાં રાખ્યો

વડોદરાના સમા વિસ્તારમાં સામૂહિક આત્મહત્યા કરનાર સોની પરિવારના 3 સભ્યોની અંતિમયાત્રા નીકળી હતી. ઘરમાં પરિવારનો કોઈ સભ્ય ન હોવાને કારણે તેમની અંતિમયાત્રા સયાજી હોસ્પીટલથી જ નીકાળવામાં આવી હતી.4 વર્ષના પાર્થનો મૃતદેહ જોઈને નાના-નાઈ, માસા-માસી ધ્રુજી ગયા હતા કે બાળકની શું ભૂલ હતી. અંતિમ યાત્રામાં સોસાયટીના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.પિતા અને પુત્રીના અંતિમ સંસ્કાર ખાસવાડી સ્મશાનમાં કરવામાં આવ્યા હતા, જ્યારે 4 વર્ષના પાર્થની દફનવિધિ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના 6 સભ્યોએ બુધવારે બપોરે જંતુનાશક દવા પી ને આપઘાત કર્યો હતો. તમામને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે નરેન્દ્ર સોની, તેની 16 વર્ષની પુત્રી અને 4 વર્ષીય પૌત્ર પાર્થનું મોત થયું હતું.

ત્રણેયની લાશને પોસ્ટ મોર્ટમ રૂમમાં રખાઇ હતી. ઘરમાં કોઈ ન હોવાને કારણે ત્રણેયની અંતિમયાત્રા હોસ્પિટલથી જ કાઢવામાં આવી હતી. મામા એ પાર્થનો મૃતદેહ ઉઠાવતા જ સૌ કોઈન ની આંખમાં પાણી આવી ગયું હતું.હોસ્પીટલમાં પણ ગમગીની નો માહોલ સર્જાયો હતો. હજુ નરેન્દ્રની પત્ની અને પુત્ર-પુત્રવધૂની હાલત ગંભીર છે.

મળતી માહિતી મુજબ નરેન્દ્ર સોની નો ધંધો ઇમિટેશન જ્વેલરીનો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ધંધો સરખો ચાલતો ન હોવાને કારણે તેણે પ્લાસ્ટિકની વસ્તુઓ વેચવાનો ધંધો શરૂ કર્યો, પરંતુ આ ધંધો પણ ચાલ્યો નહીં. વ્યવસાય ચલાવવા માટે તમામ મૂડી તેમાં લગાવી દીધી હતી.આ પછી તેણે લાખો રૂપિયાનું વ્યાજ પણ લીધું અને તે કર્જમાં ડૂબતા ગયા હતા.

સોસાયટીમાં ના લોકોએ જણાવ્યા મુજબ ભાવિને ઘરનો ખર્ચ પૂરો કરવા માટે તેનું મોપેડ પણ વેચી નાખ્યું હતું. દીકરીની સાયકલ પણ 500 રૂપિયામાં વેચી દીધી હતી. સ્થિતિ એટલી ખરાબ હતી કે આખો પરિવાર માનસિક તણાવમાં હતો અને આખરે આવું પગલું ઉઠાવ્યું હતું.

Back to top button