Corona VirushealthIndiaNews

કોરોના ના નવા સ્ટ્રેઈન એ ચિંતા વધારી: મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 10,000 કેસ નોંધાયા

In a single day, 10,000 cases were reported in Maharashtra

કોરોનાવાયરસ ના કેસ ઘટતા લોકોએ રાહત અનુભવી હતી પણ હવે ફરી એકવાર કોરોના એ માથું ઊંચક્યું છે. દેશભરમાં દરેક રાજ્યમાં કોરોના ના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.અત્યાર સુધી 240 દર્દીઓની ઓળખ થઈ છે, જેમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન મળી આવ્યો છે. આ નવો સ્ટ્રેઈન ખુબ જોખમી અને ઝડપથી ફેલાય તેવો છે. યુકે, બ્રાઝિલ અને યુનાઇટેડ સ્ટેટ્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હવે જે લોકો વિદેશ નથી ગયા તેમનામાં પણ આ ચેપ જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના બેકાબૂ બની રહ્યો છે. એક જ દિવસમાં કેસમાં વધારાનો દર 250% વધ્યો છે. શનિવારે રાજ્યમાં 10,216 કોરોના ના કેસ સામે આવ્યા હતા. 5 મહિના પછી આ પહેલીવાર છે, જ્યારે એક દિવસમાં 10,000 થી વધુ કોરોના દર્દીઓ મળી આવ્યા છે.

રાજ્યના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં 6,467 લોકો સાજા થયા અને 53 લોકોનાં મોત નીપજ્યાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 21 લાખ 98 હજાર 399 લોકો ને કોરોના નો ચેપ લાગી ચુક્યો છે. તેમાંથી 20 લાખ 55 હજાર 951 લોકો સાજા થયા છે, જ્યારે 52 હજાર 393 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં 88 હજાર 838 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

દેશમાં અત્યાર સુધીમાં 1.90 કરોડ લોકોને કોરોના રસી ના ડોઝ આપવામાં આવ્યા છે. આજે આ આંકડો 2 કરોડને વટાવી જશે. ભારત વિશ્વનો 5 મો દેશ છે, જ્યાં મહત્તમ લોકોને રસી આપવામાં આવી છે. રસીકરણ અભિયાન અહીં 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. અમેરિકા પછી, ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં દરરોજ 1 મિલિયનથી વધુ લોકોને રસીનો ડોઝ આપવામાં આવે છે. અમેરિકામાં દરરોજ 2 મિલિયનથી વધુ લોકોને રસી આપવામાં આવી રહી છે.

Back to top button