CrimeGujaratNewsSouth GujaratSurat

સુરત: રત્નકલાકાર ની પત્ની સાથે દુષ્કર્મ કરીને વિડીયો વાયરલ કરવાની ધમકી

સુરતના સરથાણામાં રત્નકલાકરની પત્ની સાથે દુષ્કર્મ કરીને પડોશમાં જ રહેતા એક યુવકે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવક પરેશાન કરતો હોવાથી યુવતી બીજે રહેવા જતી રહી હતી પણ તે યુવક વિડીયો ને લઈને બ્લેકમેઈલ કરતો હતો.આખરે યુવતીએ સરથાણા પોલીસમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદ બાદ તપાસ શરુ કરી છે.

મૂળ સૌરાષ્ટ્રનો વતની તેનો પતિ સુરતના સરથાણા વિસ્તારમાં પુત્ર-પુત્રી સાથે રહે છે.2016 માં તેણે એક એપાર્ટમેન્ટના પાંચમા માળે ઘર ખરીદ્યું હતું અને એ જ એપાર્ટમેન્ટમાં રહેતા અજય નામના વ્યક્તિ સાથે પરિચત થયો હતો અને ઘરે પણ આવવા જવાનું થતું હતું. 2018માં દિવાળી દરમિયાન ફ્લેટના મોટાભાગના લોકો બહાર હતા અને સંતાનો પણ નાના ના ઘરે હતા.

પતિ પણ કામ માટે બહાર હતો એ પત્ની ઘ્રેર એકલી જ હતી ત્યારે અજય ઘરે આવ્યો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ નો વિડીયો પણ તેણે રેકોર્ડ કરી લીધો હતો અને કોઈને કીધું તો વિડીયો વાયરલ કરવાની ધમકી પાના આપી હતી. આ વિડીયો દ્વારા બ્લેકમેઈલ કરીને તે અવારનવાર દુષ્કર્મ કરતો હતો. બાદમાં મહિલાએ કંટાળીને ઘર પણ બદલ્યું હતું છતાં તે હેરાન કરતો હોવાથી આખરે પતિને જાણ કરી હતી અને હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Back to top button