BjpIndiaNarendra ModiPolitics

“હમ સે જો ટકરાતા હૈ, ચૂર ચૂર હો જાતા હૈ” પીએમ મોદીની રેલી બાદ મમતા બેનર્જી નો પ્રહાર

આજેપશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસીએ એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતા. એક તરફ કોલકાતામાં પીએમ મોદીની મેગા રેલી હતી, બીજી તરફ સીએમ મમતા બેનર્જીએ મોંઘવારી ના વિરુદ્ધ સિલિગુડીમાં પદયાત્રા કાઢી હતી. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી જ્યાં પીએમ મોદીએ ટીએમસી અને મમતા બેનર્જી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તો સીએમ મમતાએ સિલિગુડીથી પ્રહાર કર્યો.

સિલિગુડીમાં પદયાત્રા દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે તે (પીએમ મોદી) તેના સપના વેચવા બંગાળ આવ્યા છે. તેલ અને ગેસના ભાવ આકાશ ને આંબી રહ્યા છે, બેંકો વેચાઈ રહી છે. વડા પ્રધાન ખોટા છે, આ બધુ કરવું તેમને શોભતું નથી. તે પ્રતિષ્ઠિત પદ ધરાવે છે. મમતાએ કહ્યું કે વડા પ્રધાન હંમેશાં લખેલી સ્ક્રિપ્ટ વાંચે છે.

ભાજપ પર પ્રહાર કરતા સીએમ મમતાએ કહ્યું કે જે અમારી સાથે ટકરાશે તે ચૂર ચૂર થઇ જશે. આટલું ખોટું બોલનાર વડા પ્રધાનને મેં ક્યારેય જોયો નથી.

સીએમ મમતાએ કહ્યું કે અમે કેન્દ્ર સરકારને બતાવવા માટે આજે પ્રતીકાત્મક વિરોધ કર્યો છે. વડા પ્રધાને જવાબ આપવો જોઇએ કે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ કેમ વધ્યા છે. મમતાએ કહ્યું કે વડા પ્રધાન કહે છે કે બંગાળ રાજકીય પરિવર્તનની સાક્ષી રહેશે, પરંતુ હું કહું છું કે દિલ્હીમાં સત્તામાં પરિવર્તન આવશે.

Back to top button