GujaratMadhya GujaratVadodara

વડોદરામાં જન્મદિવસની પાર્ટીમાં દારૂ ની મોજ માણતા 23 યુવક-યુવતી ઝડપાયા

આજના આધુનિક યુગમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ હવે રહ્યો નથી. મહિલાઓ સશક્ત બની છે અને પુરુષ સમાન છે. મહિલાઓને રસોડાથી લઈને કોર્પોરેટ સુધી દરેક જગ્યાએ સમાન જ ગણાય છે. આવામાં કેટલીક યુવતીઓ માતાપિતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે અને મર્યાદાઓ ભૂલી જતી હોય છે. ઉજવણી ના નામ પાર્ટીમાં હવે યુવક-યુવતીઓ ન કરવાનું કરતા હોય છે ત્યારે આજે વડોદરામાં પાર્ટીમાં યુવતીઓ દારૂની મહેફિલ માણતી ઝડપાઈ છે.

વડોદરામાં ફાર્મ હાઉસ બાદ પોલીસે ફરી એકવાર હાઈપ્રોફાઇલ દારૂ ની મહેફિલ પર દરોડા પાડ્યા હતા.આ હાઈપ્રોફાઈલ મહેફિલમાં 23 નબીરાઓ સામેલ હતા.પોલીસને બાતમી મળી હતી કે કેટલાક યુવક અને યુવતીઓ જન્મદિવસની પાર્ટીના બહાને દારૂની મહેફિલ માણી રહ્યા છે.

પોલીસે દરોડા પાડતા જ 23 યુવક યુવતીઓને રંગે હાથ પકડી પાડ્યા હતા. પોલીસે તમામ યુવક-યુવતીઓ ની અટકાયત કરી હતી અને કાર્યવાહી કરી હતી.પાર્ટીમાં યુવક સાથે યુવતીઓ પણ મહેફિલ માણતી પકડાતા પોલીસ સ્ટેશનમાં નીચું જોવા જેવું થયું હતું.

Back to top button