Ajab GajabInternationalNews

આ દેશમાં ‘સોનાથી ભરેલા પર્વતો’ જોવા મળ્યા,માલામાલ થવા માટે હજારોનું ટોળું એકઠું થયું,વિડીયો થયો વાયરલ,

મધ્ય આફ્રિકાના કોંગોમાં એક નવો પર્વત મળી આવ્યો છે,જેમાં 60 થી 90 ટકા સોનું હોવાનું જણાવાયું છે.રોઇટર્સના અહેવાલ મુજબ,જ્યારે આ પર્વત વિશે સ્થાનિકોને માહિતી મળી ત્યારે હજારો ગ્રામજનો સોનુ કાઢવા દોડી ગયા હતા.કોંગોના પર્વત પરથી સોનું ખોદવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પત્રકાર અહેમદ અલ્ગોહાબારીએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં લખ્યું છે કે કોંગોના ગ્રામજનોને જ્યારે સોનાથી ભરેલું પર્વત મળ્યું ત્યારે તેઓ ચોંકી ગયા.સોનાના પર્વત મેળવવાની આ ઘટના કોંગોના કિવુ પ્રોવિન્સની છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે વધુ ભીડ થયા બાદ કેટલાક સમય માટે ખાણકામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કોંગોમાં સોનાની ખાણકામ ખૂબ સામાન્ય છે.દેશના ઘણા ભાગોમાં સોનું હાજર છે.તે જ સમયે,સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે ખાણકામ પર તુરંત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી ખાણ ખનીજ લોકોની ઓળખ થઈ શકે અને તેઓ નોંધણી પછી જ માઇનિંગ કરી શકે છે.

રોઇટર્સના એક અહેવાલ મુજબ,કોંગોમાં સોનાની ખોદકામના વાસ્તવિક આંકડા યોગ્ય રીતે નોંધાયા નથી.સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોના અહેવાલમાં જણાવાયું છે કે કોંગોના પડોશી દેશોની મદદથી મોટા પ્રમાણમાં સોનાની દાણચોરી કરવામાં આવે છે.

Back to top button