GujaratSaurashtra

ગીરમાં સિંહ ને મરઘી ની લાલચ આપીને પરેશાન કરવું ભારે પડ્યું, કોર્ટે સંભળાવી આવી મોટી સજા

એશિયાટીક સિંહો માટે પ્રખ્યાત ગીર જંગલમાં ગેરકાયદેસ લાયન શો કેસના તમામ 7 આરોપીઓને કોર્ટે આજે સજા ફટકારી છે. જેમાં 5 ને ત્રણ વર્ષની જેલની સજા, એક આરોપીને 1 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી છે. તે જ સમયે અન્ય એક આરોપી પુરાવાના અભાવને કારણે નિર્દોષ છુટી ગયો હતો.

મરઘી ની લાલચ આપીને અને ત્રાસ આપતો સિંહણનો આ વીડિયો 19 મે, 2018 ના રોજ બહાર આવ્યો હતો. આશરે 32 સેકન્ડના આ વીડિયોમાં, એક વ્યક્તિ મરઘીને હાથમાં જીવંત લટકાવી રહ્યો છે અને સિંહણને લલચાવીને પરેશાન કરી રહ્યો છે. તેના અન્ય સાથીઓ વિડિયો બનાવી રહ્યા હતા. વીડિયોમાં ઉભેલી વ્યક્તિ નિરાંતે કહી રહી છે કે આ તેમના માટે રોજિંદા કામ છે અને આજદિન સુધી તેને કોઈ નુકસાન થયું નથી.

વીડિયો વાયરલ થયા પછી વન વિભાગે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ 2 (16) બી, 2 (36), 9, 27 અને 51 હેઠળ આરોપીની ધરપકડ કરી હતી. જોકે બાદમાં બધાને જામીન પર છૂટા કરવામાં આવ્યા હતા. આજે સવારે તેની સુનાવણી થઈ હતી અને કોર્ટે આરોપી વિરુદ્ધ સજા જાહેર કરી હતી.

Back to top button