GujaratSouth GujaratSurat

કોરોના કરતા પણ ખતરનાક? ગુજરાતમાં આ રોગથી દરરોજ 20 લોકોના મોત, સુરતમાં દરરોજ 4 લોકોના મોત

ગુજરાતમાં કોરોના ના કેસમાં અચાનક વધારો થયો છે પરંતુ મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે. જ્યારે ટીબી રોગ દરરોજ લોકોનો જીવ લઇ રહ્યો છે.રાજ્યભરમાં દરરોજ સરેરાશ 20 લોકો ટીબીથી મરી રહ્યા છે. સુરતની વાત કરીએ તો ટીબીથી દરરોજ 4 લોકોનાં મોત થાય છે.

હાલ સુરતમાં 5282 સક્રિય ટીબી ના દર્દીઓ છે. દર મહિને 1000 નવા દર્દીઓ બહાર આવી રહ્યા છે. ટીબીની સારવાર શક્ય છે, છતાં આ રોગચાળો મોટી સંખ્યામાં લોકો નો જીવ લઇ રહ્યો છે. રાજ્ય સરકાર ટીબીની રોકથામ માટે ઘણા કાર્યક્રમો ચલાવી રહી છે, પરંતુ મોતને અટકાવી શકાયું નથી.

કોરોનાને કારણે 65% દર્દીઓની તપાસ થઈ શકી નથી, નહીં તો આ સંખ્યા હજી વધારે હોઇ શકે. તપાસના અભાવે ટીબીના દર્દીઓની શોધખોળ થઇ શકી નથી. કોરોના સમયગાળા દરમિયાન ટીબીથી મૃત્યુ પામેલા દર્દીઓની પણ તપાસ કરવામાં આવી ન હતી. ડોક્ટરો બેદરકારીને ટીબીના મોતનું સૌથી મોટું કારણ માનતા હોય છે.

ડોકટરોના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી ઉધરસ, તાવ, રાતના પરસેવો અને વજન ઓછું થવું એ ટીબીના લક્ષણો છે. જ્યારે રાષ્ટ્રીય આંકડા મુજબ દેશમાં 100 ટીબી ના દર્દીઓમાંથી પાંચનું મોત થાય છે.જો તેનો ઉપચાર ન કરવામાં આવે તો 50 ટકા દર્દીઓ મૃત્યુ પામે છે.

ટીબીની સારવાર લાંબા સમય સુધી ચાલે છે. દરરોજ દવા ખાવી પડે છે. ડોકટરો કહે છે કે જો તમે એક દિવસ માટે દવા ન લો તો તમારે ફરીથી સારવાર શરૂ કરવી પડશે. ઉદાહરણ તરીકે, ધારો કે કોઈ દર્દીએ 12-મહિનાનો કોર્સ શરૂ કર્યો છે. દર્દીએ 8 મહિના સુધી નિયમિત દવા લીધી. પરંતુ કેટલાક કારણોસર, જો તે એક દિવસ પણ ન લો તો ફરીથી 12 મહિના માટે દવા શરૂ કરવી પડશે.

Back to top button