Ajab GajabInternationalNews

23 વર્ષ પહેલા ‘ઝોમ્બી’ માછલી લુપ્ત થઈ ગઈ હતી,પણ આ માછલી હજુ ઉપસ્થિતની જાણ થતાં નિષ્ણાતો પણ હેરાન,

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં લુપ્ત થઈ ગયેલી ઝોમ્બી માછલી આશરે 23 વર્ષ પહેલાં ફરી એક તળાવમાં મળી આવી છે.આ માછલીની હાજરીથી વન્ય જીવનના નિષ્ણાતોને આશ્ચર્ય થયું છે.અહેવાલ મુજબ,આ 15 સે.મી.લાંબી માછલી ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાના એક ગામના તળાવમાં મળી આવી છે.

આ માછલીનું ઔપચારિક નામ સધર્ન પર્પલ સ્પોટેડ ગુડજિયન અથવા મોગુરન્ડા એડસ્પર્સ છે.1998 માં વિક્ટોરિયામાં આ ઝોમ્બી માછલી લુપ્ત થઈ હતી.આ પછી,આ માછલીને સૌ પ્રથમ 2019 માં જોવા મળી હતી,ત્યારબાદ અધિકારીઓએ આ માછલી વિશે તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન આવી 79 માછલી મળી આવી હતી.

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાની નોર્થ સેન્ટ્રલ કેચમેન્ટ મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું છે કે તેઓ હવે માછલીઓને ફરીથી જીવંત બનાવશે,તેમની સંખ્યા વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.એક સ્થાનિક અધિકારી એડ્રિયન માર્ટિન્સે જણાવ્યું હતું કે આ માછલીની શોધ આશ્ચર્યજનક અને રોમાંચક છે.તેમણે કહ્યું કે શરૂઆતમાં,અમે વિશ્વાસ કરી શકી નહીં કે અમને ફરીથી આ માછલી મળી છે.

ઓસ્ટ્રેલિયન વાઇલ્ડલાઇફ ફોટો જર્નાલિસ્ટ ડૈગ ગિમ્સેએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે તે છેલ્લા ઘણા મહિનાઓથી આ માછલીઓની તસવીર પોતાની પાસે રાખતો હતો અને અધિકારીઓની ઐપચારિક જાહેરાતની રાહ જોતો હતો.તેમણે કહ્યું કે આ માછલીઓની શોધ ઓસ્ટ્રેલિયન રિસર્ચ એન્ડ કન્સલ્ટિંગના ડીઓન દ્વારા કરવામાં આવી છે.

Back to top button