CrimeIndia

લગ્ન માટે ગર્લફ્રેન્ડ નું અપહરણ કર્યું અને પછી મિત્રના સબંધીના ઘરે…

એક જૂની જૂની કહેવત છે કે લોકો પ્રેમમાં અંધ થઈ જાય છે. યુપીના કાનપુરમાં એક યુવકે આવું જ કઈક કર્યું હતું. એક યુવક તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે ચોર બની ગયો.તેણે એક મિત્ર સાથે મિત્રના સબંધીના ઘરે લૂંટ ચલાવી હતી. આ પછી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા.

બાજરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કર્નલગંજમાં રહેતા 19 વર્ષિય યુવક ને સગીર યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને યુવતીને ઘરેથી ભગાડી ગયો હતો. આ માટે તેણે તેના મિત્રની મદદ લીધી. પરંતુ તેની પાસે તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા પૈસા નહોતા અને ખર્ચ વધી રહ્યો હતો. ત્યારબાદ તેણે તેના મિત્રને પૈસાની લાલચ આપી મિત્રની કાકી ના ઘરે જ લુંટ નો પ્લાન બનાવ્યો.

ત્યારબાદ બંનેએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને સોનાના દાગીના એકબીજામાં વહેંચી દીધા હતા. મુખ્ય આરોપી યુવતીના સંબંધમાં બીજા જિલ્લામાં ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો હતો અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે આ ચોરીમાં તેના મિત્રએ તેનો ટેકો આપ્યો હતો. ત્યારે પોલીસે તેના સાથીને પણ પકડી પાડ્યો હતો. બંને યુવકો પાસેથી સાત લાખની કિંમતના ઝવેરાત મળી આવ્યા છે. આ સિવાય તેણે જણાવ્યું હતું કે તે તેની ગર્લફ્રેન્ડને ઘરેથી લઈ આવ્યો છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.

Back to top button