GujaratSouth Gujarat

નવસારી: ટેમ્પોએ બાઈક ને ટક્કર મારતા 3 યુવકો ના કરુણ મોત

નવસારી જિલ્લાના વાંસદાના ખડકાળામાં ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. જયપાલસિંહ મુંડા સર્કલ પાસે આ ઘટના બની હતી. યુવકો ડાંગ જિલ્લાના વતની હતા. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

હાલમાં આ બનાવ અંગે વાંસદા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી અનુસાર ડાંગ જિલ્લાના વધઇ તરફથી આવતા ટેમ્પોએ બાઇકને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કરીને ટેમ્પોનો ચાલક ભાગી ગયો હતો પરંતુ બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

Back to top button