India

2 વર્ષમાં 5000 ડીલીવરી અને જોરદાર રેટિંગ: ડીલીવરી બોયના સમર્થનમાં ઝોમેટો અને દેશના હજારો લોકો આવ્યા

બેંગ્લોર શહેરમાં ફૂડ ડિલીવરી એપ્લિકેશન ઝોમાટોના ડિલિવરી બોયની થોડા દિવસો પહેલા ધરપકડ કરવામાં આવી હતી. કામરાજ નામના શખ્સ સામે આરોપ મૂક્યો હતો કે તેણે ખોરાક ડીલીવરી કરતી વખતે હિતેશા નામની યુવતીને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત સ્થિતિમાં હિતેશાએ સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કર્યો હતો. તેનો વીડિયો એકદમ વાયરલ થયો હતો અને કામરાજની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હવે આ કેસમાં એક વળાંક જોવા મળી રહ્યો છે.

કામરાજે એક વેબસાઇટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેણે મહિલા સાથે કોઈ ગેરવર્તન કર્યું નથી અને તેણે જાતે જ ઈજા પહોંચાડી હતી. કામરાજે કહ્યું કે જ્યારે હું તેના ઘરે પહોંચ્યો અને મેં તેમને ખોરાક આપ્યો ત્યારે મને આશા હતી કે તે મને પૈસા આપશે કારણ કે તેણે કેશ ઓન ડિલીવરીના વિકલ્પને પસંદ કર્યો છે.

મેં તેની પાસે માફી પણ માંગી કારણ કે ટ્રાફિક જામના કારણે ડિલિવરી મોડી પડી હતી. પરંતુ તે સતત ઝઘડો કરતી હતી. તે સતત કહેતી હતી કે 45 મિનિટમાં ખોરાક આવવો જોઇએ અને હું આ માટે તેની પાસે માફી પણ માંગી રહ્યો હતો.

હિતેશાએ ખોરાક લીધો અને પછી પૈસા આપવાની ના પાડી. તેણે કહ્યું કે તે જોમેટોના ચેટ સપોર્ટ સાથે વાત કરી રહી છે. મેં તેમને મને પૈસા આપવા વિનંતી કરી પણ તેણે કહ્યું કે તું શું કરી શકે છે? આ પછી જોમેટો સપોર્ટે મને કહ્યું કે તેઓએ ઓર્ડર કેન્સલ કર્યો છે.

કામરાજે વધુમાં કહ્યું કે ઓર્ડર કેન્સલ થયા બાદ જ્યારે મેં તેમની પાસેથી ઓર્ડર કરેલો ખોરાક માંગ્યો તો તેણીએ મને નાં પાડી દીધી હતી. મને લાગ્યું તે ખોરાક પાછો નહી આપે એટલે હું ત્યાંથી ચાલો થતો હતો ત્યારે તેણીએ મને ગાળો આપવાનું શરુ કર્યું હતું અને તેઓએ મારી ઉપર ચંપલ પણ ફેંક્યું હતું. હું મારી જાતને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને ચહેરાને બચાવી રહ્યો હતો.

ડીલીવરી બોયે કહ્યું કે જ્યારે તે મારા હાથને હટાવીને મને મારવાની કોશિશ કરી રહી હતી ત્યારે ભૂલથી હિતેશા ની વીંટી તેના ચહેરા ને વાગી અને લોહી નીકળ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે વિવાદ વધતો જોઈને જોમેટોના સ્થાપક દીપેન્દ્ર ગોયલે પણ સોશિયલ મીડિયા પર આ સમગ્ર મામલે નિવેદન જારી કર્યું છે.

દીપિન્દેરે જણાવ્યું કે તે હિતેશાનો તબીબી ખર્ચ લઈ રહ્યો છે અને તે હિતેશા તેમજ કામરાજ સાથે સંપર્કમાં છે. દીપેન્દીપરે કહ્યું કે તેમણે કામરાજને હાલના નિયમો અનુસાર સસ્પેન્ડ કરી દીધો છે, જોકે તે તેના કાનૂની ખર્ચને તે ભરપાઈ કરશે.

Back to top button