India

કોરોના ના કેસ વધતા અહી 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ

મુંબઈ-અડીને આવેલા મીરા-ભાયંદર વિસ્તારમાં કોરોના કેસ વધ્યા બાદ 31 માર્ચ સુધી પાંચ કોરોના હોટસ્પોટ્સમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે તાળાબંધીનો આદેશ જારી કર્યો છે. આ હુકમ મુજબ હોટસ્પોટમાં ફક્ત ઇમરજન્સી સેવા જ ચાલુ રહેશે અને આ ઉપરાંત તમામ દુકાનો બંધ રહેશે.

હોટસ્પોટની બહારના વિસ્તારો અને કન્ટેન્ટ ઝોન સિવાય તમામ દુકાનો, રેસ્ટોરાં, હોટલો,50 ટકાની ક્ષમતા સાથે સવારે 9 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જ્યારે મોલ્સ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. શુક્રવારે મીરા-ભાઈંદર મહાનગરમાં 100 નવા કેસ નોંધાયા હતા, જ્યારે કોરોના વાયરસના ચેપને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 15,817 નવા કેસ નોંધાયા છે. આ વર્ષે સતત ત્રીજા દિવસે નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. રાજ્યમાં કોરોના ના કુલ કેસ વધીને 22,82,191 પર પહોંચી ગયા છે, જ્યારે આ રોગને કારણે મૃત્યુ પામેલા 56 લોકોનાં મૃત્યુ સાથે મૃત્યુનો આંક વધીને 52,723 થયો છે.

Back to top button