હરણે મરવાનું નાટક કરીને ચિત્તા ને ઉલ્લુ બનાવ્યો, વિડીયો જોઇને ચોંકી જશો
હરણ સ્ફૂર્તિલું અને હરવા ફરવમ ચપળ પ્રાણી છે. પરંતુ જો આપણે કહીએ કે હરણ પણ એક સ્માર્ટ પ્રાણી છે, તો આ વિશે કદાચ નવાઈ લાગે. તમને નવાઈ લાગશે કે હરણ ચિત્તા ને પણ બેવકૂફ માનવી શકે છે.હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે.વિડિઓમાં દેખાતા દ્રશ્યો એ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી પણ હકીકત છે.
વીડિયોમાં એક હરણ જમીન પર પડેલું બતાવવામાં આવ્યું છે. તે જમીન પર એમ પડ્યું છે જાણે તેનું મોત થઇ ગયું હોય.પછી ચિત્તો ત્યાં આવે છે. ચિત્તો મો નજીક લાવીને તેની પાસે જોવે છે. આ સમય દરમિયાન હરણ તેની જગ્યાએ થી હાલતું નથી ત્યારે જ એક વરુ ત્યાં આવે છે અને હરણ ને મૃત માનીને ચિત્તા ને ત્યાંથી ભગાડે છે જેથી ખોરાક તેને મળી શકે.
And the Oscars goes to..🦌 pic.twitter.com/JeEz2rfjS7
— World's First Thing (@minblowingpost) March 10, 2021
આમાં ને આમાં વરુ ચિત્તા ની પાછળ દોડે છે અને હરણ થી થોડે દુર પહોચી જાય છે. બન્ને ને દુર જોતા જ હરણ ઉભું થઈને ભાગી જાય છે. આ આખી ઘટના નો વિડીઓ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.