GujaratIndia

પેટ્રોલ-ડીઝલની કિંમતો મામલે પેટ્રોલીયમ મંત્રી એ કરી આ વાત, જાણો રાહત મળશે કે નહી

પેટ્રોલ-ડીઝલમાં રેકોર્ડબ્રેક ભાવ ને કારણે લોકોના જીવન પર મોટી અસર પડી છે. આનાથી સરકાર પર પણ દબાણ પણ આવ્યું છે. કોરોના મહામારી ને કારણે અનેક ખર્ચાઓને કારણે સરકાર ટેક્સ ઘટાડી શકે તેમ નથી.બીજી તરફ પેટ્રોલ અને ડીઝલ નો ભાવ વધારે હોવાને કારણે લોકોના ખિસ્સા પરનો ભાર સતત વધી રહ્યો છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતોમાં વધારો થવાને કારણે ભારતમાં તેલની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ આ વધારો હંગામી છે, ધીરે ધીરે આ ભાવ નીચે લાવવામાં આવશે. પેટ્રોલિયમમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યો બંને ના ટેક્સ ના કારણ સરકારની આર્થિક હાલત સુધરી રહી છે.

છેલ્લા 2 અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. કિંમતો હાલમાં તેમના રેકોર્ડ સ્તરે છે. આ કિંમતોનો ટેક્સ શેર મોટો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત લિટર દીઠ 91.17 રૂપિયા છે, જેમાં બેઝ પ્રાઈસ .૨6 રૂપિયા પ્રતિ લિટર, એક્સાઇઝ ૩૨.૯ રૂપિયા પ્રતિ લિટર, ડીલર કમિશન ૩.૬૯ રૂપિયા પ્રતિ લિટર, વેટ 21.04 રૂપિયા પ્રતિ લિટર છે.

Back to top button