CrimeIndia

ફિલ્મ જોઇને મર્ડર કર્યું: 15 વર્ષના બાળકે 10 વર્ષના બાળકની હત્યા કરી નર્મદામાં ફેંકી દીધો, પોલીસથી બચવા કર્યું આવું નાટક

આજકાલ ફિલ્મોની અસર બાળકો પર જોવા મળે છે ત્યારે મધ્યપ્રદેશથી ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જબલપુરમાં 15 વર્ષીય વિદ્યાર્થીએ તેના જ વર્ગમાં ભણતી એક છોકરીના 10 વર્ષીય ભાઇની હત્યા કરી હતી અને તેના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. ક્રાઇમ બ્રાંચના 40 અધિકારીઓ અને કર્મચારીઓએ 5 દિવસ સુધી શોધખોળ કરી ત્યારે તેની લાશ મળી હતી.

આ મામલો જબલપુર જિલ્લાના બેલખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના જુગપુરા ગામનો છે. મૃતક બાળકના પરિવારજનોની શંકાના આધારે પોલીસે જ્યારે નાના આરોપીની પૂછપરછ કરી ત્યારે તેણે હત્યાની કબૂલાત આપી હતી.જ્યારે પોલીસે તેને પૂછ્યું કે તે શું કર્યું છે? પછી તેણે કહ્યું કે સર.. મેં મારા મોબાઇલ પર સાઉથની એક ફિલ્મ જોઈ હતી, જેમાં કોઈ બદમાશે હીરોના પરિવારને મારી નાખ્યો હતો અને તેને નદીમાં ફેંકી દીધો હતો. પછી હાથ-પગ બાંધી અને મોંમાં કાપડ મૂકીને તે નદી કિનારે પડેલો હતો, જેથી કોઈને પણ શંકા ન થાય. મેં પણ વિચાર્યું, રાજા સાથે પણ આવું કરું..!

સગીર આરોપીએ જણાવ્યું કે મૃતક રાજાની બહેન અને તે એક જ શાળામાં દસમાં ધોરણમાં ભણે છે. બંને એકબીજાના પાડોશી પણ છે, તેથી તેમની વચ્ચે સારી મિત્રતા છે. આરોપી રાજાની બહેન સાથે પણ ફોન પર વાત કરતો હતો. રાજાને બંનેની મિત્રતા વિશે ખબર પડી ગઈ હતી.

તે બહેન અને તેની દોસ્તી ની વાત માતા-પિતાને કહી દેવાની ધમકી આપતો અને પૈસા તેમજ મોબાઈલ લઇ જતો હતો.તેણે દર વખતે આ કરવાનું શરૂ કર્યું. તે તેની બ્લેકમેલિંગથી કંટાળી ગયો હતો. જે બાદ તેણે તેની હત્યા કરવાનો નિર્ણય લીધો હતો. ફિલ્મ જોયા પછી તેનો આઈડિયા મળ્યો હતો.

મૃતક રાજા 5 માર્ચના રોજ રાત્રે આઠ વાગ્યે ગુમ થયો હતો. 10 માર્ચે બેલખેડા પોલીસ આરોપીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. 11 માર્ચથી નર્મદામાં એસડીઆરએફ અને હોમગાર્ડ્સની ટીમે રાજાની શોધ શરૂ કરી હતી. નર્મદામાં ચાર દિવસની શોધખોળ કર્યા પછી રવિવારે રાજાની લાશ સ્થળ પરથી 25 કિલોમીટર દૂર નરસિંહપુર જિલ્લાના થામી પોલીસ સ્ટેશનના મુરાચ ઘાટ નજીકથી મળી આવી હતી.

Back to top button