GujaratIndiaNews

ધૈર્યરાજને મદદ કરવા લોકોએ છેલ્લા 19 દિવસમાં આટલા કરોડનું દાન એકઠું કર્યું,

પંચમહાલ જિલ્લાના ગોધરામાં રહેતા અને મૂળ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનસર ગામના રાજદીપસિંહ રાઠોડના પુત્ર ધૈર્યરાજસિંહ રાઠોડનો જન્મ થયા બાદ 3 મહિનાની ઉંમરમાં પુત્રમાં શારીરિક ઉણપ હોવાની પિતા રાજદીપસિંહને શંકા જતા પ્રથમ ગોધરા ખાતે બાળરોગના તબીબ પાસે સારવાર માટે પોતાના પુત્રને લઈ ગયા હતા.

જ્યાંથી બાળકને વધુ તબીબી પરિક્ષણ માટે અમદાવાદની રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ ન્યુરોસાયન્સ નામની તબીબી સંસ્થામાં મોકલવામાં આવ્યું હતું.જ્યાં બાળકના તમામ જરૂરી પરીક્ષણો બાદ જાણવા મળ્યું હતું કે 3 માસના ધૈર્યરાજને SMS-1 નામની બીમારી છે.ગરીબ હોય કે અમીર કોઇપણ પરિવારમાં વ્હાલસોયાનું આગમન એક અનહદ ખુશીની અનુભૂતિ કરાવે છે.

દીકરો હોય કે દીકરી પરિવારજનો તેના આગમનથી જ તેના ભવિષ્ય માટે સ્વપન જોઇ એક કાલ્પનિક પ્લાનિંગ કરી દેતા હોય છે.પરંતુ ક્યારેક ઉભા થતા કુદરતી સંજોગો સ્વજનો માટે મુશ્કેલી લઇને આવે છે.પ્રથમ તો બાળકના પિતાને બીમારીનું નામ જાણીને આઘાત ન લાગ્યો કેમ કે તે બીમારી વિશે તેઓ સંપૂર્ણ જાણકારી ધરાવતા જ ન હતા,પરંતુ આ બીમારીના ઈલાજ માટે રૂ.16 કરોડના ઈન્જેક્શનની જરૂર છે.

ધૈર્યરાજની મદદ માટે લોકો અપીલ પણ કરી રહ્યા છે.ધૈર્યરાજની સારવાર માટે ફંડ એકત્રિત કરી રહ્યા છે.જો કે અત્યારે ધૈર્યરાજની મદદ માટે પૈસા એકત્રિત થઈ રહ્યા છે.મોટી વાત એ છે કે બાળકને બચવા માટે ફક્ત 1 જ વર્ષનો સમય છે.તે માટે લોકો દિલ ખોલીને દાન પણ કરી રહ્યા છે,માત્ર 19 દિવસમાં ધૈર્યરાજ માટે 8 કરોડ ઉપર ફંડ એકઠું થઈ ગયું છે.

માટે કલાકારો સાથે ઘણા એવા મોટા લોકો ધૈર્યરાજની મદદ માટે સામે આવ્યા છે.શહેરના ધારા સભ્ય જેઠા ભરવાડ પણ ધૈર્યરાજની મદદ માટે આગળ આવ્યા છે.શહેરો સહિત ગામડાઓમાં પણ લોકો ધૈર્યરાજ માટે પૈસા એકઠા કરી રહ્યા છે,લોકો ઘર ઘર જઈને પૈસા માટે અપીલ કરી રહ્યા છે,લોકોથી થાય છે એટલી મદદ કરે છે,

Back to top button