GujaratRajkotSaurashtra

રાજકોટ: પાગલપ્રેમીએ ઘરમાં ઘૂસીને પ્રેમિકાની હત્યા કરી, નાના ભાઈને પણ છરી મારી

ગુરાજકોટ ના જેતપુરના જેતલપુર ગામમાં એકતરફી પ્રેમમાં યુવકે યુવતીની ઘરમાં ઘૂસીને હત્યા કરી દીધી. હત્યા ના આરોપી પ્રેમીએ પ્રેમિકાના ભાઈ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો, પરંતુ આસપાસ ના લોકોએ તેને બચાવ્યો હતો. ભાઈના શરીરમાં પણ છરી ના ઘા મારી દીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે.

માહિતી મુજબ જેતપુર ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીની 16 વર્ષીય સૃષ્ટિ રૈયાણી ને જયેશ સરવૈયા એકતરફી પ્રેમ કરતો હતો. જયેશ અનેક વાર સૃષ્ટિ સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ રાખી ચુક્યો હતો પણ સૃષ્ટિ એ અનેકવાર મનાઈ કરી હતી. જયેશ વારંવાર તેને પરેશાન કરતો હતો. તાજેતરમાં જ સૃષ્ટિએ તેના પરિવારને આખી વાત જણાવી હતી.સૃષ્ટિ ના પિતાએ આરોપીના પિતાને પણ આ બાબતે વાત કરી હતી.જેથી જયેશ ને તેના પિતાએ ઘરેથી કાઢી મુક્યો હતો.

આજે બુધવાર સવારે સૃષ્ટિ ના માતા-પિતા કોઈ કામથી ઘરની બહાર નીકળ્યા હતા.ઘરમાં સૃષ્ટિ અને તેનો ભાઈ હાજર હતો ત્યરે જ જયેશ છરી લઈને ઘરમાં આવ્યો અને સૃષ્ટિ પર હુમલો કર્યો હતો.સૃષ્ટિ ને બચાવવા તેનો ભાઈ વછે પડ્યો તો તેને પણ છરી ના 5 ઘા વાગ્યા હતા.

બુમાબુમ સાંભળીને આજુબાજુના લોકો ત્યાં આવી ગયા હતા ભાઈને બચાવી લીધો હતો જો કે સૃષ્ટિ ને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ તેનું મોત થઇ ગયું હતું. આરોપી ફરાર થઇ ગયો હતો જો કે પોલીસે થોડી જ વારમાં તેને પકડી પાડ્યો હતો.હત્યાના વિરોધમાં ગામલોકોએ બંધ નું એલાન આપ્યું હતું. પોલીસના ઉચ્ચાધિકારીઓ આવતા મામલો શાંત થયો હતો.

Back to top button