India

મધ્યપ્રદેશ: “શબ ઘર”માં બોયફ્રેન્ડ ને મળવા પહોચી ગર્લફ્રેન્ડ, પછી થયું આવું

મૃતદેહોની સુરક્ષા માટે તૈનાત ખાનગી એજન્સીના કર્મચારી રંગરેલીયા મનાવતો ઝડપાયો છે.રંગરેલીયા માનવતા કર્મચારી કેટલાય દિવસથી 2 યુવતીઓને શબ ઘરમાં બોલાવતો હતો. જ્યારે કેટલાક લોકો શબ લઈને ત્યાં પહોચ્યા ત્યારે તે દ્રશ્ય જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેણે મહિલા સાથે બે કર્મચારીઓને પકડ્યા હતા અને ફોટો-વીડિયો વાયરલ કર્યા હતા. આ કેસ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરની એક સરકારી હોસ્પિટલ નો છે.

આ મામલો સામે આવ્યા પછી હોસ્પિટલ મેનેજમેન્ટ એક્શનમાં આવી ગયું હતું અને બંનેને નોકરીથી દૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર કેસમાં એજન્સીના સુપરવાઇઝરની ભૂમિકા પણ પ્રશ્નાર્થ રહી છે. સુપરવાઇઝર અતુલ મરાથે કંપનીની જવાબદારી નિરીક્ષણ કરી છે.

મળતી માહિતી મુજબ શબ ઘરના વેઈટિંગ રૂમમાં એક કર્મચારી યુવતી સાથે પલંગ પર બેઠો હતો. અન્ય રૂમમાં બીજી સ્ત્રી અને કર્મચારી પણ હાજર હતા. આ સમગ્ર મામલા પછી ફરી એકવાર હોસ્પિટલ મેનેજમેંટની નિષ્ફળતા પ્રકાશમાં આવી છે. મૃતદેહોની રક્ષા માટે તૈનાત એક કંપનીના બે કર્મચારીઓ બે યુવતીઓ સાથે ઝડપાયા હતા.

પોસ્ટમોર્ટમ રૂમમાં એક ઓરડામાં બે યુવતીઓ જોતાની સાથે જ મૃતદેહ રાખવા આવેલા પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો હતો. એકે તેનો ફોટો લીધો હતો. જે બાદ હલચલ મચી ગઈ. કર્મચારીઓએ તરત જ યુવતીઓને બહાર કાઢી અને તેમને ઘરે મૂકી આવ્યા હતા. જ્યારે પરિવારે તેનો વાંધો ઉઠાવ્યો, ત્યારે તેઓએ કહ્યું કે તમારે શું કરવાનું છે. તમે ડેડબોડી રાખો અને ચાલ્યા જાઓ.

Back to top button