Ajab GajabInternationalStory

બકરી સાથે સેલ્ફી લઇ રહી હતી યુવતી અને અચાનક બકરીએ… જુઓ વિડીયો

Viral Video: સોશિયલ મીડિયા પર હાલમાં અનેક વિડીયો વાયરલ થતા હોય છે જેમાં લોકો પ્રાણીઓ સાથે રમત કરતા હોય છે કે પરેશાન પણ કરતા હોય છે.ઘણા લોકો પ્રાણીઓ ને રમાડતા હોય તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હોય છે જે જોતજોતામાં વાયરલ થઇ જાય છે. આવા અનેલ વિડીયો ચોંકાવનારા પણ હોય છે. આ જેવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓ જોઈ તમને હસાવશે અને ચોંકાવી પણ દેશે.

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા બકરી સાથે સેલ્ફીનો વીડિયો બનાવી રહી છે. પહેલા બકરી શાંતિથી ઉભી રહે છે. પરંતુ ટૂંક સમયમાં જ બકરી ગુસ્સે થઈ જાય છે અને તે સ્ત્રીને મારવા પહેલા થોડી પાછળ હટે છે.

બકરી બે વાર પ્રયત્ન કરે છે પણ તે મહિલાને ટક્કર મારી શકતી નથી પણ ત્રીજીવાર માં મહિલા વીડિયો બનાવવામાં એટલી ખોવાઈ ગઈ છે કે તેને ખ્યાલ પણ નથી હોતો ત્યારે બકરી તેને જોરદાર ટક્કર મારે છે. જુઓ વિડીયો,

આ વીડિયો ‘ધ વાઇલ્ડ કેપ્ચર’ નામના હેન્ડલ સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. લોકો વીડિયો પર જુદી જુદી ટિપ્પણી કરી રહ્યા છે. કોઈ સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યું છે, તો કોઈ આ વિડિઓને મનોરંજક ગણાવી રહ્યું છે.

Tags
Back to top button